ઘડીક બેની જંપ્યાતા
ઘડીક બેની જંપ્યાતા રોણા એનાં થંભ્યાતા,
પોઢાડી ને માતા પાણી પરવર્યા ,
માંડી પાછા આવેછે, ઘરનાં દ્વાર ઉઘાડે છે
ઘર વચ્ચે બેનડબા દોટો દઈ વળ્યાં
ક્યાં ગઇ તારી નીંદરડી છોડી છો કે ઉંદરડી
પાંપણને કેમ પળનો પોરો ના મળ્યો.
કોણ મળ્યાતા લૂંટારા કોણ મળ્યાતા ધૂતારા
કોણ અદેખા સપના તારાં હરી ગયાં
ચાંદો સૂરજ લૂંટારા વનનાં પંખી ધૂતારા
ઝાડ અદેખા સપના મારા હરી ગયાં
ઘડીક બેની જંપ્યાતા રોણા એનાં થંભ્યાતા
પોઢાડી ને માતા પાણી પરવર્યા.઼..
ઝવેરચંદ મેઘાણી
ભીમસેન
જો તું બા કુંતાજી બન તો
પાંચ પાંડવો થઇએ અમે;
નહિ યુધિષ્ઠિર, નહિ અર્જુન
પણ ભીમ થવાનું મુજને ગમે !
ગદા લઈને ફરવા નીકળું હાહાકાર મચાવું હું!
કૌરવ દળને હંફાવીને પંખી જેમ નચાડું હું!
દુર્યોધન જો સામો આવે
પટકી પાડું હું પળમાં;
કોઈ ન બા હું દેખો એવો
વધી જાય મુજથી બળમાં
દુર્યોધન બા કપટ કરી
છો વિષ ના લાડુ ખવડાવે;
બંદો એથી ડરે ન એવો
પાતાળ થી પાછો આવે
મેં તો તુજને કહ્યું ન’તુ બા
દુર્યોધન પાકો શત્રુ
લાખા મહેલ જવાનું કહે છે
એમાં એનું કાવત્રુ
પણ તું તો બા ભોળી એવી
કે ના મારું કંઇ માન્યું
કહેવડાવ્યું વિદુરજીએ
ત્યારે તે સાચું જાણ્યું
હવે રખે બા દુર્યોધનથી
ગુપ્ત પડે રહેવું વનવાસ
ડરીશ ના બા એથી જરીયે
ભીમસેન હું તારી પાસ
હેડંબાનો ગર્વ ઉતારું
બકરાક્ષકને રોળુ હું
દ્રુપદના દરવાજે જાશું
બ્રાહ્મણ વેશે આપણે સહું
મચ્છવેધ કરશે અર્જુનને
પૂરો થશે સ્વયંવર પર્વ
દુર્યોધનને કર્ણ બિચારા
અભકી જાશે કૌરવ સર્વ
મળી આજ બા સારી ભીક્ષા
બોલીશ ત્યાં તો તું મલકૈશ
પણ આવીને બહાર નીકળતાં
શું તું અમને ઠપકો દૈશ
તને ગતાગમ કશી ભીમ ના
બાફી મારે તું સઘળે
સખણો તું નવ ક્યાંએ રહેતો
શહેરમાં કે વનવગડે
બની જઇશ બસ ડાહ્યો ડમરો
ત્યારે બા તું સાચે સાચ
જો તું બા કુન્તાજી બન તો
અમે થઇશું પાંડવ પાંચ
કવિ
સોમાભાઈ ભાવસાર
કોણ કહે કજીયાળો મુજને
કોણ કહે કજીયાળો મુજને
કોણ કહે કજીયાળો
એવું કહી શીદ બાળો મુજને
કોણ કહે કજીયાળો
મન મારું આકાશે તરતું
વાદળીઓની સાથે ફરતું
બા કેશે કે લેસન કર તું
ઠપકો દેતી ઠાલો રે….કોણ૦
એરોપ્લનને ઉડતું દેખું
જાણે જઇ ગગનમાં ઠેકુ
બાપુ ત્યાં ગોખાવે લેખું
મરજો લેખાવાળો રે…..કોણ૦
ઘૂંટુ જ્યાં પાટી પર મીંડા
સાંભરતા ત્યાં રુપાળા ઇંડા
શોધું છું ક્યાં ક્યાં પંખીડા
બાંધે બેઠાં માળો રે……કોણ૦
ઊંડા ઊંડા દરિયા ઉપર
શી રીતે દોડે છે સ્ટિમર
પૂછું રે કોઈ આપો ઉત્તર
મારી શંકા ટાળો રે…..કોણ૦
પૂછું તો બા શીદ ખિજાતા?
કેમ નથી કંઇ ગીતો ગાતા
મુંગા મુંગા પોઢી જાતાં
કેમ જશે શિયાળો રે…..કોણ૦
આવી દૂધલિયાળી રાતો
કહો બા તારાઓની વાતો
શી રીતે આ આભ સુહાતો
ઝગમગ ભાત્યોવાળો રે……કોણ ૦
મારા મનના કૈંક વિચારો
કોને જઇ હું કહું બિચારો
ડગલે ડગલે મળતો ડારો
કોઇ ન કાં પંપાળો રે…..કોણ૦
ખિજાયા વિણ ખોળે લઇને
સમજાવો આલિંગન દઇને
બેસીશ ડાહ્યો ડમરો થઈને
હું તો સાવ સુંવાળો રે….કોણ૦
પણ જો તરછોડ્યા કરશો તો
મોઢું મચકોડ્યા કરશો તો
મનડું સંકોડ્યા કરશો તો
વધશે મુજ ગોટાળો રે…. કોણ ૦
કોણ કહે કજીયાળો મુજને
કોણ કહે કજીયાળો……
ઝવેરચંદ મેઘાણી
કહની હૈ એક બાત (૨.)
…કહની હૈ એક બાત
બિગુલ બજ રહા આઝાદીકા
ગગન ગૂંજતા નારોસે
મિલા રહી હૈ આજ હિન્દકી
મીટ્ટી નઝર સિતારોસે
એક બાત કહાની હૈ લેકિન
આજ દેશકે પ્યારોસે
જનતાકે નેતાઓસે ફોજોકી ખડી કતારોસે
કહનીહૈ એક બાત હમેં ઇસ દેશ કે પહેરેદારોસે
સંભલકે રહના અપને ઘરમે છીપે હુએ ગધ્ધારોસે
ઝાંખ રહે હૈં અપને દુશ્મન
અપનીહી દિવારોસે
સંભલકે રહના અપને દુશ્મન
અપનીહી દિવારોસે
ઓ ભારતમાતા કે બેટો
સુનો સમયકી બોલીકો
ફૈલાતી હૈં ફુટ યહાં પર
દૂર કરો ઇસ ટોલીકો
કભી ન બઢને દેના તુમ
ઉસ ભેદભાવ કી હોલી કો
જો બાપુ કો ચીર ગઇથી
યાદ કરો ઇસ ગોલી કો
જલજાતી હૈં સારી બસ્તિ
મુઠ્ઠી ભર અંગારો સે….સંભલકે ૦
જાગો તુમકો લાખોકી
તકદીર કી રક્ષા કરની હૈ
જાગો તુમકો બાપુકી
જાગીર કી રક્ષા કરની હૈ
અભી અભી જો બનીહે
ઉસ તસવીરકી રક્ષા કરની હૈં
હોંશીયાર હોંશીયાર તુમકો
અપને કશ્મીર કી રક્ષા કરની હૈ
આતીહૈ આવાઝ યહાં
મંદિર મસ્જિદ ગુરુદ્વારોસે…. સંભલકે ૦
અજ્ઞાત
કોઇ હવે ના રોકો (૩)
કોઇ હવે ના રોકો અમને કોઈ હવે ના રોકો
સમરાંગણમાં ધસતા ધસતા….હા….
રણમાં લડતાં હસતાં હસતાં…..હા…
કોઇ હવે ના રોકો……
ઉત્તરમાં સરહદ સળગી છે
હીમ મહીં જ્વાળા સળગી છે
જીવ સટોસટ જંગ ખેલતાં
કેસરીયો ત્યાં રંગ રેલતા…..કોઇ હવે ના ૦
મુક્તિના રક્ષણને માટે….હા….
ઝઝૂમીશુ સૌ શિરને સાટે ….હા….
ખમીર ખૂમારી સાથે ધસતા
શહિદ રુધિર નથી કાંઇ સસ્તા.. કોઇ હવે ના ૦
કોઇ હવે ના રોકો અમને કોઈ હવે ના રોકો
અજ્ઞાત
હજીયે ન જાગે મારો (૩૦)
હજીયે ન જાગે મારો આતમરામ
સમુંદર ઘુઘવે છે દૂર, વાયુ સુસવે ગાંડોતૂર
સમજુ નાં ભરતી કે આતે આવે છે તૂફાન….
સઢસંધા ફડફડે, દોર ધીંગા કડકડે
હાજર સૌ ટંડેલ,એક મારાં સૂનાં રે સૂકાન….
વ્હાણ રાખું નાગરેલુ્, વેપાર શી રીતે ખેડું
સવાયા થાશે કે જાશે મારાં મૂળગા એંધાણ….
હવે તો થાય છે રે મોડું, વીનવું હું પાયે પડું
હવે તો થાવા બેઠો છે ફેરો આ નકામ
જાગો જી જાગોજી મારા આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ……
દુનિયા દવે બળે હો (૩૧)
દુનિયા દવે બળે હો, એનાં દાવાનળ કો ઠારો
એનાં પાણીડાં કો સીંચો, દુનિયા દવે બળે હો
એને અંતર આગ સળગતી, પ્રચંડ ભડકા એનાં
યુગ યુગ કેરાં વાદળ વરસ્યાં, તોયે ન એ ઓલાણા (૩)..... દુનિયા દવે બળે હો
જળ ઝરણાં તો અનેક વહિયા
રુધિર ઝરણાં પણ વહિયા
પાયા પાયા સતત સ્ત્રોત એ
તોયે ન તર્પણ લાગ્યા(૩)... દુનિયા દવે બળે હો
કોઈ માનવ કંઈ પ્રાણીનાં,
ભક્ષણ એણે કીધાં,
વિશ્વ ભૂખ્યાં એ મહા કાળનાં
ઉદર ન તોયે ભરાણા (૩) દુનિયા દવે બળે હો
રામના રખવાળા(૩૨)
હો મારા રામનાં રખવાળા ઓછાં હોય નહીં
એનાં ધોયેલાં ધોબણમા ધાબા હોય નહીં
હો મારા રામનાં રખવાળા…….
એનું ઢોલ અગમથી વાગે
અગમ નિગમ ની વાણી ભાખે
એની આંખોનાં અણસારા, ઓછાં હોય નહીં
હો મારા રામનાં રખવાળા….
કાયા જ્યારે કરવટ બદલે,
પરખાયે એ પગલે પગલે
એની જ્યોતિના ઝબકારા ઓછાં હોય નહીં
હો મારા રામનાં રખવાળા….
સુખ દુઃખમાં એ સૌનાં સાથી
એની ટાળી ટળે ઉપાધી
એનાં પાંપણના પલકારા ઓછાં હોય નહીં
હો મારા રામનાં રખવાળા……
આભ…. ભરીને…. ઊડતા હજુ (૩૩)
આભ ભરીને ઊડતા હજુ શીખવું મારે (૨)
વન આખું જો ટહુકી ઊઠે,ચીચવે મારો નીડ
હું જ અવાચક હોઉં,
એની મને ચડતી ગજબ ચીડ
ચાંચમાં મીઠાં ગીત ભરીને વેરતાં હજુ શીખવું મારે…આભ ભરીને ઊડતા હજુ શીખવું (૨)
રોજ પાટીમાં પાડતો લીટી, કોઈ શીશુની જેમ
એમ ચોરાશી લાખ લીટી મારે જોડવી હજુ કેમ
સાવ કોરાંકટ પાનમાં જીવન
મુકતાં હજુ શીખવું મારે…….આભ ભરીને ૦
ક્યાં સુધી હજુ જીવવું મારે,
ક્યાં સુધી અવતરવું મારે
કેટલો લાંબો સમય (૨)
એને ક્યાં જઈને પૂછવું મારે
વાત એવી બે પૂછવા સમય
રોકતા હજુ શીખવું મારે…આભ ભરીને ૦
મનખાની……મરામત (૩૪)
મનખાની આજે મરામત કરી લે
જાવું છે તારે દૂર,સજાવટ કરી લે
મનખો જ્યારે માયા મૂકી,દામોદરનો થાય
ત્યારે વ્હાલાં વેરી થઈ જાય…..
તનડા સજીલે શણગાર,(૨)
જાવું તારે દામોદરને દ્વાર
તેડાં રે આવ્યા રે મારા નાથના(૨)......
સજીલે તંબુરાનો તાર
તારો પૂરો થયો વેપાર
તેડાં રે આવ્યા રે મારા નાથના (૨)
જાયછે જુવાની તારી, જાય છે જુવાની
હરિનાં ભજન વીના, જાય છે જુવાની
કંચન જેવી કાયા તારી, મોતી જેવા પાણી
નરસૈંયાનો સ્વામી સાચો, દુનિયા છે દિવાની
તેડાં રે આવ્યા રે મારા નાથના…….
આપજે તારા અંતરનો એક તાર (૩૫)
આપજે તારા અંતરનો એક તાર
બીજુ હું કાંઈ ન માગું (૨)
સુણજે મારાં આર્ત તણો હે પૂકાર
બીજુ હું કાંઈ ન માગું (૨)
તુંબડું મારું પડ્યું નકામું
કોઈ જુવે ના એના સામું
બાંધીશ તારા અંતરનો એક તાર
પછી મારી ધૂન જગાઉ….. આપજે ૦
એક તારો મારો ગુંજશે મીઠું
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠુ
ગીતની રેલશે અખંડિત ધાર
એમાં હું મસ્તીથી રાચુ……. આપજે ૦
ઓ નીલ ગગનના પંખેરું (૩૬)
ઓ નીલ ગગનના પંખેરું પંખેરું
તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવે
સાથે રમતાં સાથે જમતાં
સાથે નાવલડીમા ફરતાં
એક દરિયાનું મોજું આવ્યું,
વાર ન લાગી તુજને તરતાં,
આજ લગી તારી વાટ જોઉં છું
તારો કોઈ સંદેશો લાવે..મને તારી યાદ સતાવે
તારા વિના હો જીવન સાથી,
જીવન સૂનું સૂનું લાગે
પાંખો પામી ઊડી ગયો તું
જઈ બેઠો ઉંચે આકાશે.
કેમ કરી હુ આવું તારી પાસે
મને કોઈ નવ માર્ગ બતાવે.. મને તારી ૦
મોરલા સમ તારી વાટડી જોઉં,
ઓર મેહુલીઆ તારી
વિનવું વારંવાર તને હું
સાંભળ વિનંતી મારી
તારી પાસે છે સાધન સહુએ
તું કાં નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…..
ઓ નીલ ગગનના પંખેરું પંખેરું પંખેરું
તમે રે સુંદર વનનાં સુડલા(૫૩)
તમે રે સુંદર વનના સુડલા
અમે તો કંઠનો કિલકાટ (૨)
અમે રે બેની ને તમે બંધવા
મનનાં મળ્યાં તારે તાર
એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨)
તમે રે ઘુઘરીયાળી ઝાંઝરી
અમે તો એક ઝીણેરો રણકાર
અમે રે બાંધવ તમે બેનડી
મનનાં મળ્યાં તારે તાર
એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨)
તમે રે છત્તર અમે છાંયડી
ધરીએ તમારો આકાર
અમે રે બેની ને તમે બંધવા
મનનાં મળ્યાં તારે તાર
એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨)
તમે રે મીઠેરા જળની વીરડી
અમે તો એક પથ્થરનો પગથાર
અમે રે બાંધવ તમે બેનડી
મનનાં મળ્યાં તારે તાર
એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨)
તમે રે મૈયર ગઢનાં ટોડલા
અમે તો એક ગઢની કિનાર
અમે રે બેની ને તમે બંધવા
મનનાં મળ્યાં તારે તાર
એક રે ક્યારીમાં દોનોં મોરિયા (૨)
તમે રે સુંદર વનના સુડલા
ઓલા જાય રે….(૫૪)
ઓલા જાય રે વૈશાખી નાં વાયરા
ઘેરાં ગુંજે છે મેઘના સમીર રે
હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે
ઓરે ઓલ્યા ગાય રે વનનાં મોરલા
લાવે લીલુડાં લહેરંતા ચીર રે
હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે…
કઇ દિનોની ધરતી તરસી
વિનવે મેઘને જાણે વરસી
કાળી ઘોર ઘટા ગગને છવાઈ રે
હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે…
ધરતી ને આકાશ પુકારે
આવ મેહુલીઆ મારે દ્વારે
વાટ્યું જોતી ધરતી ઊભી
પનઘટને ઓવારે રે
એનાં આભલાંમાં પગલાં વરતાયે રે
હો મેઘરાજ આવે હો મેઘરાજ આવે…
ઓરે ઓલ્યા જાય રે વૈશાખી નાં વાયરા
ઘેરાં ગુંજે છે મેઘના સમીર રે….
કોની જુવે છે તું વાટ (૫૫)
કોની જુવે છે તું વાટ અભાગી
કોની જુવે છે તું વાટ
કોણ રે આવી નાવ લાવી તુજ
નાગરશે ઉર ઘાટ….. અભાગી
ઉઠ ઉભોથા ઝાલીલે લાકડી
લઇલે તારે કાંધે તું ગાંસડી
આવવાનું નથી કોઈ તેથી ન રહેવું રોય
જાવાનું છે તારે, થાવાનું છે તારે
નાનાં મટીને વિરાટ અભાગી….
આફત આવશે આભથી ઉતરી
લેશે ધરા નીજ દુઃખમાં જોતરી
તોય છે તારે મારે થઇ એક થવું સૌ સાથે
લેખ લખ્યાં છે એ માનવી તારે
એક્જ ભવ્ય લલાટ અભાગી
કોની જુવે છે તું વાટ……..
એકવાર આવો મહારાજ (૫૬)
એકવાર આવો મહારાજ,
ગોકુળ ઉતારુ મારે ગામડે
લીલુડાં વાંસની વાંસળી ઘડાવું
હોંશે બજાવો મહારાજ…. ગોકુળ ઉતારો
હે જમુનાનાં ઘાટ અમે બાંધ્યા મારગડે
હે ગોરસના માટ ભરી ચાલ્યા વનવગડે
અહીં ધેનુ નાં ધણ
અહીં વૃંદાના વન
સાથે ગોપીજન લાવો મહારાજ
ગોકુળ ઉતારુ મારે ગામડે …..
હેં વાયુ વાયે ને ચમકે છે વિજળી
હે પાણી પવનથી જાગે છે પ્રીતડી
અહીં કાલીન્દી તટ
અહીં બંસીનો બટ
ફરી એ રમઝટ જગાવો મહારાજ
ગોકુળ ઉતારુ મારે ગામડે…….
સાવ રે અધુરું મારું આયખું (૫૭)
હેજી એવું સાંવરે અધૂરું મારું આયખું
હેજી એનાં બાકી છે રે કોડ અપરંપાર
હેજી એવું સાંવરે અધૂરું મારું આયખું
ભાઈ એને ગગન ભરીને દીધો વાયરો
તોયે એનાં ખૂંટે છે રે સ્વાસ વારંવાર
રે એવું સાંવરે અધૂરું મારું આયખું…..
ભાઈ એને સાતે રે સાયર પાણી સંચતા
તોયે એની આંખમાં છે આંસુડાં બે ચાર
રે એવું સાંવરે અધૂરું મારું આયખું….
ભાઈ એતો સુરજ ચાંદાના તેજે ઉજળું
તોયે એની ભીતરમાં છે કાળો અંધકાર
રે એવું સાંવરે અધૂરું મારું આયખું….
ભાઈ એતો અનંતનો અંત લાવે નામથી ્
રે એવું સાંવરે અધૂરું મારું આયખું
હેજી વ્હાલાં સાંવરે અધૂરું મારું આયખું
હો…….. અભાગી……..મન (૫૮)
હો હો…. અભાગી મન
એ ચરણ સુધી લઈ જા મને…..હો અભાગી
ત્યજી દીધેલું પુષ્પ છું
ન પ્રકાશ દે એ મશાલ છું
છું રણ મહી ખીલેલ ફુલ
ઉપવન સુધી લઈ જા મને….હો અભાગી
હું તણખલું એ પહાડ છે
હું અલ્પ છું એ વિરાટ છે
જ્યાં બિંદુ સિંધુ થઈ શકે
એ ચરણ સુધી લઈ જા મને…..હો અભાગી
દવતો…લાગ્યો…. ડુંગરીએ. (૫૯)
દવ તો લાગ્યો ડુંગરી એ કહોને ઓધાજી
હાલવા જઈએ તો વ્હાલાં હાલી ન શકીએ
બેસી રહીએ તો અમે બળી મરીએ રે… કહોને
આરે વસતિમાં નથી રે ઠેકાણું વ્હાલાં,
પર વસ્તીની પાળે ફરીએ રે…. કહોને
સંસાર સાગર મહાજળ ભરીઓ વ્હાલાં
બાહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે…કહોને
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
ગુરુજી તારે તો અમે તરીએ રે…. કહોને
માઈમૈંને ગોવિંદ લીનો મોલ. (૬૫)
(રાગ-માડ…..તાલ-દાદરા )
માઈ મૈંને ગોવિંદ લીનો મોલ,ગોવિંદ લીનો મોલ
કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેઘા
લીનો તરાજૂ તોલ…. ગોવિંદ લીનો મોલ
કોઈ કહે ઘરમે, કોઈ કહે બનમે
રાધાકે સંગ કરે કિલ્લોલ…ગોવિંદ લીનો મોલ
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
આવત પ્રેમકે ડોલ.. ગોવિંદ લીનો મોલ
કોઈ આઘે આઘે થી વેણું (૭૩)
કોઈ આઘે આઘે થી વેણું વાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
લાલ લાલ આંખડીથી સાસુ જુવે છે
હોઠ મરડીને નણંદી પગ પછાડે
લહેરિયે ચડેલ મારાં,લોચનિયા જોઈ
ઉભો નાવલિયો બારણાંની આડે
ઘેરાં ઘેનની કટોરી કોઇ પાયછે…. મને જાતી
એક એ દુવાર બંધ કીધું તો
કેટલાંયે મારગ આ આંખમાં સમાયા
ધૂપ થઇ ઉડી હું ચાલી સંભાળો
હવે પિંજરામાં રહી ગઈ કાયા
હતું છાનું એ છલછલ છલકાય છે..મને જાતી
કોઈ આઘે આઘે થી વેણું વાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
અણગમતું આયખું લઈ લ્યો (૭૪)
અણગમતું આયખું લઈ લ્યો ને નાથ
મને મનગમતી સાંજ એક આપો
કે ઝૂરે મૃગજળમાં ક્યારનો તરાપો…..
ખરી પડ્યાં પાંદડાને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યુ એક ઝાડ
પંખીના લાડ કદી નીરખ્યા નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ
થીજેલા જળમાં આ સુતેલી માછલીને
અર્જુન નો મત્સ્યવેધ આપો….. કે ઝૂરે
મને આપો એક સાંજ મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના
તાણીને બાંધેલાં કેશ
મારાથી સાવ મને અળગી કરીને નાથ
કાયમની કેદ મને આપો……કે ઝૂરે
કવિ જગદીશ જોષી
રે મને એ સાદ કરે છે (૮૦)
રે મને એ સાદ કરે છે રે
સાદ કરે છે દિલ હરેછે રે મને એ સાદ કરે છે
સાદ ન આવે કાન તમારે
શોર બકોરે જગ ભરે છે રે મને એ સાદ કરે છે
ગામને પાદર રોજ બપોરે ઝાડવાં કેરી ડાળ
સાદ કરે છે સાંજને ટાણે,દૂરની ડુંગર માળ….
મને એ સાદ કરે છે…….
ભણવા ટાણે સાદ કરે છે,નાનકુ એક તળાવ
કામની વેળાં રોજ બોલાવે,એક છે એવો ઢાળ
મને એ સાદ કરે છે…….
નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર
સાદ કરે છે જંગલ કેડી,કેમ કરું હું વાર
મને એ સાદ કરે છે….઼…
આભ અડે જ્યાં દૂર જમીને,કોણ છૂપાયું ત્યાં
રોજ ઇશારે એ બોલાવે,આવ અલ્યા અહીં આવ…….મને એ સાદ કરે છે ૦
કોનાં લખું કોનાં નહીં (૮૩)
કોનાં લખું કોનાં નહી ગીત હું
કોનાં લખું કોનાં નહીં
કોનાં ગાવું કોનાં નહીં ગીત હું
કોનાં ગાવું કોનાં નહીં
કારીગરી માં કામણગારો પહેલો છે કુંભાર ભ ઇ
ગાગર ગોળાને લેતો એ ઘાટમાં
ટપલે તાલ દઇ દઇ,મૂકતો મોર કળાયલ મહી
ચીતરે પીંછી દાતણની લઇ
કૂજાની પાવલી ને કોઠીનો રુપિયો તાવડીના બે જૈ.
ટકોરા દઈ દઇ, રણકારે લઇ લઇ
આવજો મારાં ભૈ, વાત હું કોની કરું કોની નૈ
ઢે ઢફ ઢે ઢફ કરતો પીજારો
નીકળ્યો પિજણ લૈ
પીંજી પીજી ને ભરતો એ શેઠને ગાદલે ટાંકા લૈ
ઝૂડતો સોટી નેતરની લૈ……કોનાં ગાવું ૦
ચૂડીની ચીપને સોની એ ટીપતો
હથોડી તાલ દૈ દૈ
છાણે ચડાવી,ઘૂઘરી રેવતો,
લાંબી લાંબી ફુક લૈ લૈ
એના ધંધામાં ભાઈબંધી નૈ…….
સોનીની સો સો પડે હથોડી,
બસ લુહાર નો એક હૈ
ધરતી ધ્રુજાવે ધમધમદૈ
સાધતો લોઢુ ટંકણ ખાર લૈ
દાતરડે કાકર પાડે મજાનાં
લણતો મજુર ખેત જૈ
કોદાળી કાંસ ને પાનું ચડાવતો
પાણીની છાલક લૈ
જાણજો એમાં ખરી ચતુરાઇ……
કોનાં લખું કોનાં નહીં
સાંભરી કાંસકી વાળી અહીં
આંખમાં કાજળ આંજ્યું છે
માથું ઓળ્યુ છે મીડલા લૈ
ભાલે દામણી લટકી રહી
બજર બરાન પારા નઝરિયા
રાખતી એ સીવવાની સૂઈ
લેતી જા બોનબા લેતી જા બોનબા
વેચે મીઠું મીઠું કહીં
કાગસી ખંપાળા લીખીયા હૈ
કોનાં લખું કોનાં નહીં
વાત ભલે અહીંયા અધુરી રહીં
જાજા ઝૂહાર કહેજો ગાતા રહી
જાય મારાં શિશુવિહાર નાં ભૈ.
જયમલ યાદવ
હે જી તારા આંગણિયા (૮૪)
હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે
આવકારો મીઠો આપજે રે હોજી
હે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
બને તો થોડું કાપજે રે હોજી…..
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે
હેજી તારા દિવસની પાસે દુઃખિયા આવે રે..
કેમ તમે આવ્યા છો, એમ ન કહેજે રે
હેજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે…
વાત એની સાંભળીને, આડું નવ જોજે રે
હેજી એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે
હેજી એને ઝાંપા રે સુધી મેલવા જાજે રે
આવકારો મીઠો આપજે રે હોજી…
જીવન પાઠશાળા (૮૫)
આછે સૃષ્ટિ સકળ પાઠશાળા જીવન પાઠ શીખવા છે
શીખવા છે ને વળી ઘૂટવા છે…..આ છે૦
ઓલ્યા વહેતાં ઝરણાં કેરાં ગીતો
સદૈવ મારે ગુંજવા છે
હેજી ગુંજવા છે ને ગણગણવા છે….આ છે ૦
ઓલી વહેલી સરિતાના વેગને
જીવન મારે પામવા છે
પામવા છે ને પમાડવા છે….આ છે૦
ઓલ્યા સૃષ્ટિ સભર સમદરના મધુર
ગાન સુણવા છે,
હેજી સુણવા છે ને,સુણાવવા છે….આ.. છે ૦
ઓલ્યા પહાડ તણાં ધૈર્ય ને દૃઢતા
જીવનમાં મારે લાવવા છે
લાવવા છે ને ટકાવવા છે……આ છે ૦
ઓલ્યા વૃક્ષને નીહાળી સદા મારે
જગત કાજ તપવું છે
હેજી તપવું છે ને વળી બળવું છે…..આ છે ૦
ઓલ્યા વ્યોમે વિહરનાર પંખીના
નાદ મારે માણવા છે
હે જી માણવા છે ને, સમજવા છે….આ છે ૦
ઓલ્યા આભે ચમકંતા ચાંદલિયાની
ચાંદની ને માણવી છે
હે જી માણવી છે ને રેલાવવી છે….આછે૦
વજન કરે તે હારે રે મનવા (૮૭)
વજન કરે તે હારે રે મનવા,ભજન કરે તે જીતે
તુલસી દલથી તોલ કરોતો,બને પવન પરપોટો
અને હિમાલય મૂકો હેમનો, તો મેરુથી મોટો
આ ભારે હળવા હરિવરને,મૂલવવો શી રીતે…
રે મનવા ભજન કરે તે…….
એક ઘડી તને માંડ મળી છે,આ જીવતરને ઘાટે
સાચ ખોટના ખાતાં પાડી, એમાં નહીં તું ખાટે
સહેલીશ તું સાગર મોજે કે, પડ્યો રહીશ પછીતે,રે મનવા ભજન કરે તે જીતે……
આવ હવે તારા ગજ મૂકી,વજન મૂકીને વરવા
નવલખ તારાં નીચે બેઠો,કયા ત્રાજવડે તરવા
ચૌદ ભુવનનો સ્વામી આછે, ચપટી ધૂળની પ્રીતે
રે મનવા ભજન કરે તે જીતે……..
માંડી તારું…કંકુ ખર્યું ને સુરજ (૮૮)
માંડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ સાથે જાણે,પ્રભૂતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો……..
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યું માં આંજ્યો
મંદિરનો દિવડો થાવા, ચાંદો આભે ઉગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો…..
માવડીના રથનાં ઘૂઘરાઓ બોલ્યા
નભ પર માડીએ અમૃત ઢોળ્યાં
ગગનનો ગરબો માંના, ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો….….
રાધાનું નામ તમે વાંસળીના સૂર (૮૯)
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વહેતું ન મેલો ઘનશ્યામ
સાંજને સવાર નિત નીંદા કરે રે પેલું
ઘેલું એ ગોકુળીયુ ગામ……રાધાનું નામ
વણ ગુથ્યા કેશ અને અણ આંજી આંખડી
ખાલી વેળાંની કરે વાત,
સાંજ ને સવાર નિત દિવસને રાતડી
મારાં મોહનની પંચાત
વળી વળી પુછે છે, કુંજ ગલી પુછે છે
કેમ અલી ક્યાં ગાતી આમ
વહેતું ન મેલો ઘનશ્યામ રાધાનું નામ
કોણે ગૂથ્યુ છે,અલી અંબોડે ફુલ તારે
પુછી પુછીને લીયે ગંધ,વ્હાલે અંતરની વાત
એતો આંખ્યુંના ફુલ કહેશે,
હોઠોની પાંખડીઓ બંધ,
મારે મોંએથી સૌ સાહેલિયો ચાહે છે
માધવનુ મધ મીઠું નામ
વહેતું ન મેલો ઘનશ્યામ………રાધાનું નામ
ઘરમાં રહું ને તોય. (૯૦)
ઘરમાં રહું ને તોય ભીંજાવું સોંસરવી
એવો વરસાદ ક્યાંથી લાવવો
કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આન્જવો…ઘરમાં
હિંચકા ની સાંકળમાં નેવાં જેને
મોર તોરણના ટહુકે આકાશને
ઝાંઝરીની ઘુઘરીમા લાવી મઢાવુ કેમ
ફોરાના સોનલ બોલાશને
સુના તે ઓરડામાં કેમ કરી મેઘધનુ
કોરાં ગુલમોરને વાવવો. ઘરમાં રહું
ઝુમ્મર જડેલી મારી છતમા ઘેરાય,
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળીએ ટપટપ પગલાં મૂકું ને
વન ઉભરાએ ભીની લીલાશના
વાડામાં વહેતી હો નાનકડી નીક
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો….. ઘરમાં
ખેતરમાં જાવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવું મુને આતરે,
કાંડું વછોડી કહું ‘ઉભે મારગ નહીં ‘
ઘરમાં આવીને ગીત છેડજે
કેટલું તે મહેંકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો……ઘરમાં
સરોવર…..તીરે……શબરી..બૈઠી (૯૨)
સરોવર તીરે શબરી બેઠી,રટે રામનું નામ
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ
વડલા નીચે ઝૂંપડી એની,નહીં માતા નહીં બંધુ બેની
એકલડી એક ધ્યાન લગાવી, ગાયાં કરે ગુણગાન
એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ
રૂષીના વચનો હૈયે રાખી,દૂરદૂર બહું નજરું નાખી
ફળ ફૂલ લાવે,ભોગ ધરાવે
કરતી એનું કામ…. એક દિન આવશે સ્વામી
રાત દિવસને વરસો ગયાં છે,
શબરી બાઇ હવે ઘરડાં થયાં છે
ઝગમગે એક આશાની જ્યોતિ
સુકાયા હાડ ને ચામ….. એક દિન આવશે
એક દિ વનમાં વેણું વાગે
વસંત સેના નીકળી લાગે
શીતલ મંદ સુગંધી વાયુ
વાયા કરે ઠામોઠામ…….. એક દિન આવશે
દૂરથી આવતાં પ્રભુને જોયાં
લપટી ચરણ આંસુડે ધોયાં
ફુલડાં વેરતી મારગમાં એ
લઇ ગઇ પોતાને ધામ….એક દિન આવશે
ખળકતે તેણે રુપ નિહાળી
આવી મળ્યાં પ્રભુ લાંબે ગાળે
હૈયું હરખે આંસુ ન અટકે
શબરી થઈ સૂમસામ….એક દિન આવશે
પ્રભુએ એને ટાઢક દીધી
લક્ષ્મણે ભક્તિ એની જોઇ લીધી
સ્વાગતમાં જળપાન કરાવ્યાં
એણે ભોજનની નહિ હામ…એક દિન આવશે
છાબડી બોરની આગળ મેલી
ચાખી ચાખી મીઠાં આપે ઘેલી
પ્રેમ થકી આરોગ્યા પ્રભુએ
ત્યાંજ કીધો વિશ્રામ……એક દિન આવશે
પંપાસરની ભીલડી આતો
અમર એનાં પ્રેમની વાતો
રામ ગીયા રાવણને હણવા
શબરી ગઈ સ્વધામ. …. એક દિન આવશે
બેન વગડે બોલે છે નામ. (૯૩)
બેન વગડે બોલે છે નામ માધવનું
બેન ખડવનની સળી સળીમા સળવળતું
નામ મારાં માધવનું…..
બેન ઝૂલે વડવાઇએ નામ માધવનું
બેન થડથડ પર છુપાતુ મલકે છે
નામ મારાં માધવનું…..
બેન થાળે ઠલવાય નામ માધવનું
બેન ક્યારે છવરાય નામ માધવનું
બેન ખેતરનાં ડૂંડાંમા ડોલે છે
નામ મારાં માધવનું……
બેન લણતા લણાયુ નામ માધવનું
બેન ખડક્યુ ખળામાં નામ માધવનું
બેન વાડે વેરાતુ વહી આવે છે
નામ મારાં માધવનું…..
બેન દોહયુ મટુકીમાં નામ માધવનું
બેન બાંધ્યું બગીચે નામ માધવનું
બેન પાથરણું પાથર્યું ને પ્રસરે છે
નામ મારાં માધવનું……….
બેન પીંજરે પોકારે નામ માધવનું
બેન ખીલે ખેંચાય નામ માધવનું
બેન બારણાંની તડમાથી સૂસવતુ
નામ મારાં માધવનું……………
બેન મળતાં મળ્યું છે નામ માધવનું
બેન અનુભવનું ધામ નામ માધવનું
બેન બોલાવું કોકને ને પડઘામા
નામ મારાં માધવનું………..
મુકુંદરાય પારાશર્ય
રાણા નો રંગ (૯૫)
રાણાનો રંગ મને લાગ્યો ન લાગ્યો
ત્યાં કાનાનો રંગ ગીયો લાગી
કાયામાં કામ હજી જાગ્યો ન જાગ્યો
ત્યાં રુદિયામાં રામ ગિયો જાગી
માડીની સાથે હું માજોલીમા બેસીને
મંદિરીએ રોજ રોજ જાતી
નેણની કટોરી ભરી સાવરીઓ પીઉં
એની મસ્તીમાં થાઉ મદમાતી
પીધાં ધરાઉ નહીં પાણીથી પાતળીઓ
બાંકે બિહારી વરણાગી……. રાણા નો રંગ
રાણાને હાથ મારો સોંપ્યો એ પહેલાં
મેં કાનાને હૈયું દીધું સોંપી
પ્રીત તણી વેલની ન ધરતી બદલાય
ઇ તો એક થળે રોપી ઈ રોપી
કાન જેવા કંથકના કંકણ પહેરીને
થઈ ગઈ હું અમર સુહાગી……રાણા નો રંગ
રેશમિયુ…….ઘાસ…..બની (૯૬)
રેશમિયુ ઘાંસ બની ઉગે વરસાદ એનો
લીલેરો લીલેરો રંગ એનો લીલેરો લીલેરો રંગ
મોરલાના ટહુકારે ખેતરનાં ચાસ ચાસ (૨)
છલકી ઉઠે છે અંગ અંગ હો……
ઝરણાંના ગીત થયાં છૂટ્ટા નેં પાણી તો
પાગલશા દેતાં છલંગ….લીલેરો લીલેરો રંગ
અંદર ને બહાર બધે થૈ થૈ થૈ થાય અને
ધરતીનાં કોળે મિજાજ
વૃક્ષોને ફુટે એક સામટી લીલાશ અને
સંધ્યા નાં પંચરંગી સાજ
વાવણીના ગીત ગાતી,નારીના હૈયાનાં
આજે અનોખાં છે ભંગ….લીલેરો લીલેરો રંગ
સુરજના તેજ હવે લેવાયાં છેક અને
સિચણના દિન હવે ખૂટ્યાં..
સૂક્કા રે ભઠ એવાં ઉભેલાં થડિયામાં
કૂણાં કૂણાં ફણગાઓ ફૂટ્યાં,
રાત બધી જાગેલી ગુલમોરી આંખો માં
મ્હોર્યો છે એકલો ઉમંગ…લીલેરો લીલેરો રંગ
છાનું રે છપનું કંઇ થાય નહીં (૯૮)
છાનું રે છપનું કંઇ થાય નહીં થાય નહીં
ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહીં
ઝાંઝર ને સંતાડી રાખ્યું રખાય નહીં
છાનું રે છપનું કંઇ થાય નહીં….
આંખ્યું પચાવીને આંખનાં રતનને
પડદામાં રાખીને સાસુ નણંદ ને
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં
ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…
નણંદી ને નેપૂર બે એવાં અનાડી
વ્હાલાં પણ વેરી થઈ ખાય મારી ચાડી
આવેલાં સપનાંનો લ્હાવો લૂંટાય નહીં
ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં
હ છાનું રે છપનું કંઇ થાય નહીં……..
માઝમ રાતે નીતરતી નભની ચાંદની (૯૯)
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય……
સુનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એનાં જોબનિયા ઘેલાં ઘેલાં થાય
આભલા ઝબૂકે એનો કંઠ રે સુંદર
હો ગીત કહીં ઉણું રેલાય
હે એને જોઈ ને આંખ કલંકિ થાય……
કેડે બાંધીતી એણે એક વાંસળી
એમાં ભેંટ ભરેલ અણમોલ
એક ડગલું એક નજર એની
એનો એક કૂરબાનીનો કોલ
હે.. ઝૂલે રે ફુલ ફાગણનો ફોલ ફુલ વેલ…..
નેણમાથી નવલા રંગ નીતરે રે
એનો છેલણહારો છે દૂર
હશે કોઈ બડભાગી વાલીડો પ્રિતમ
જેને હૈડે કોરે કપૂર
હે સપનાની ઇ કુંજ કેરો મયુર…….
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભીંજાય……
મારે પાલવડે બંધાયો (૧૦૧)
મારે પાલવડે બંધાયો જશોદા નો જાયો
આખા રે મલકનો મણિધર મોહન
એક નાનીશી કાખે સંતાયો જશોદા નો જાયો
એવો રે બાંધ્યો કે છૂટ્યો ન છુટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યાં ન ખુટે
આજ ચિત્તનાથ હાથ માંરે આવ્યો જશોદા નો
મારે કાંકરિયા ને મટકી ફૂટે
મારગ આવી મારાં મનડાં નિત લૂંટે
મને લૂંટતા એ પોતે લૂંટાયો જશોદા નો
સ્તંભ વીના આખું આકાશ લટકાવ્યું
મહિ ચંદ્ર સુરજ તારાનું તોરણ ટીગાડ્યુ
સૌને ટિગાડનાર લટકંતા લાલ મારાં
પાલવને કોરે ટીગાયો જશોદા નો જાયો
મારે પાલવડે બંધાયો જશોદા નો જાયો
ઉંચી તલાવડીની કોર (૧૦૨)
ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા
પાણી ભરતાં રે જોયો સાયબો
બોલે અષાઢી ના મોર પાણી ગ્યાતા
પાણી ભરતાં રે જોયો સાયબો…….
હે ગંગા જમની બેડલું ને કીનખાબી ઈંઢોણી
નજરું ઢાળી હાલુ તોયે લાગે નજરું કોની
વગડે ગાજે મુરલી નાં શોર પાણી ગ્યાતા
પાણી ભરતાં રે જોયો સાયબો
હે ભીંજી ભીંજી જાય મારાં સાળુડાની કોર
આંખ મજીથી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો નાં રે આ જુનો દોર પાણી ગ્યાતા
પાણી ભરતાં રે જોયો સાયબો….
ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા
પાણી ભરતાં રે જોયો સાયબો
નહીં…મેંલુ રે તારાં ફળીયામાં (૧૦૩)
નહીં મેંલુ રે તારાં ફળીયામાં પગ નહીં મેલું
છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું…..
જાણું છું ચિતડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો સાકરનો કટકો
છોને રુપ હોય તારું અલબેલુ અલબેલુ
નહીં મેલું રે તારાં ફળીયામાં પગ નહીં મેલું
નાક કટુ મન છોને દોડુ તારી વાહે
આજ થકી હું તો નહીં આવું તારી પાહે
તને ગમતું ગવન પહેરું નહીં મોર ચિતરેલુ
નહીં મેંલુ રે તારાં ફળીયામાં પગ નહીં મેલું
હવે સખી નહિ બોલું (૧૦૪)
હવે સખી નહિ બોલું (૩) રે
કદાપી નંદકુવરની સંગે (૨)
હો મુને શશીવદની કહીં છેડે
ત્યારની દાઝ લાગી છે રે મારે અંગે
હવે સખી નહિ બોલું (૩) રે
ચંદ્ર બિંબમા લાંછન છે વળી
રાહુ ગળે ખટ માથે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે
હવે સખી નહિ બોલું (૩)..રે....
દયાના પ્રિતમને કહે સખી શું
શશી મુખ સરસુ સુખ પાશે
કોટી પ્રકારે હું નહીં આવું
એવાં પુરુષથી ચડાશે રે
હવે સખી નહિ બોલું (૩) રે….
માલા રે માલ (૧૦૫)
માલા રે માલ લહેરણિયુ લાલ
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ કે
નવી તે વહુ ના હાથ માં રૂમાલ
લપટી ને ચપટી દેતી રે તાલ ને
શરમ ને શેરડે શોભતાં રે ગાલ
તાવડીયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથ માં રૂમાલ…….
રાખે રાખે ને ઉડી જાય રે ઘુમ્મટો
હરખાઇ જાય એનો ફુલ ગૂથ્યો ફુમતો
ડોકમાં મહેકતી મોગરાની માળ ને
આંખ આડે આવતાં વીખરાયા વાળ
નવી તે વહુના હાથમાં રૂમાલ…….
એનાં પાંપણના પલકારા વિજલડીના ચમકારા
એનાં રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા
હિલ્લોળે હાથ ડોલરની ડાળ ને
જાતી જોબનિયાને આંખે મશાલ કે
નવી તે વહુ ના હાથ માં રૂમાલ……
મારી વેણીમાં ચાર ચાર ફૂલ (૧૦૬)
માંરી વેણીમાં ચાર ચાર ફૂલ
અંબોડલે સોહે સોહામણી રે ઝૂલ
પહેલું ફૂલ જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાનુ ફૂલ,
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીર નેં સૌમાં અતુલ….. માંરી વેણીમાં ચાર
બીજું ફૂલ જાણે મારા સાસુજી આકરાં
જાણે પેલું સુર્યમુખી ફૂલ
સુરજ ઉગતાંની સાથે માંડતું એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ…મારી વેણીમાં
ત્રીજું ફૂલ જાણે મારી નણદી પેલી નાની
જાણે પેલું ચંપા નું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગુલ….. માંરી વેણીમાં
ચોથું ફૂલ જાણે મારા હૈયાનાં હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસે નાં બોલે એ મોટાંના માનમાં
રાતડિયે બોલે બુલબુલ…. માંરી વેણીમાં
એ બાયુ વ્રજમાં વાતું એવી (૧૧૨)
એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે
એ કે છે કાનો મથુરામાં જાય છે રે
એ કે છે કાનો ગોકુળમાંથી જાય છે રે
રથ જોડીને અખરુટ આવીયા રે
એતો સાચાં સંદેશા લાવિયા રે…….
કોઈ દહાડો હરિ નથી દુભવ્યા રે
એ તોયે આટલાં ઉદાસી કાં થીયાં રે…….
હાલો સૈયરુ અરજ ઘણી કરીએ રે
હાથ જોડીને પ્રભુજીને રાખીએ રે……..
એમ સર્વે ગોપી ત્યાં ટોળે મળી રે
એ દાસ જે મનનાં નાથને ઘેરી વળી રે……
એ…રુડાં ગરબે રમે રે (૧૧૩)
એ રુડાં ગરબે રમે રે દેવી અંબિકા રે
કાંઇ વાગે છે ઘુઘરીના ઘમકાર રે
આકાશેથી ઇન્દ્ર જેવા આવિયા રે
સાથે રાણી ઇન્દ્રાણીને લાવીઆ રે…..
આકાશેથી બ્રહ્મા જોવા આવિયા રે
એ સાથે બ્રહ્માણીને લાવિયા રે……
કૈલાસેથી શીવ જોવા આવિયા રે
એ સાથે સતી પાર્વતી ને લાવિયા રે……
અયોધ્યાથી રામ જોવા આવિયા રે
એ સાથે સતી સીતાજીને લાવિયા રે……
વૃંદાવન થી કૃષ્ણ જોવા આવિયા રે
એ સાથે રાણી રાધાજીને લાવિયા રે…..
એ ગરબો જોવા ગજાનંદ આવિયા રે
એ સાથે રિધ્ધી સિધ્ધીને તેડી લાવિયા રે…
હે રુડાં ગરબે રમે રે દેવી અંબિકા રે
એ કાંઇ વાગે છે ઘુઘરીના ઘમકાર રે…હ
છેલ્લી….. યાચના (૧૩૦)
આછે છેલ્લી યાચના આપ પાસે
મારા ઊંડા છેક અંતઃસ્થલેથી
છેદી નાંખો ક્ષીણતા સર્વ મારી
પૂરાં જોરે ખડગ ઝીંકી પ્રભુજી
સુખો મારાં જીરવી જાણવાની
શક્તિ દેજે દુઃખમાં એહવી કે
દુઃખો મારાં શાન્ત મોઢે હસીને
પોતેજ પોતાની જ પામે ઉપેક્ષા
શક્તિ દેજે ભક્તિની નાથ એવી
જેણે મારાં કર્મ સાફલ્ય પામે
જેણે મારાં દુન્યવિ સ્નેહ પ્રેમ
મહેંકી ઊઠે પુણ્યના પોયણા શા
કંગાલોને જ્ઞાન હિણા કરું ના
જાલીમોને પાય ઝૂકી પડું ના
ઉંચે માથે ક્ષુદ્રતાની વચાળે
ચાલું એવી શક્તિ આપો પ્રભુજી
બાજે બાજે એકતારો (૧૩૧)
બાજે બાજે એકતારો વૈરાગી નો
બાજે અલખ એકતારો
બારો નીકળ ભાઈ બારો વૈરાગી નો
બાજે અલખ એકતારો……..
સુખનાં દિવાને એક ખૂણે સંકોરતા
ક્યાંય ના ઉજાસનો આરો…. વૈરાગી નો
જીવતરનો પાતાળી પાયો આનંદનો
ને દુઃખની ચણી તે દિવાલો……વૈરાગી નો
મુક્તિનો શોર તું મચાવે એમ
તારાં પડઘાતા સામે સવાલો….. વૈરાગી નો
રોજીંદી દુનિયા છો માંગે હિસાબ ભલે
જોને અગમનો ઇશારો….. વૈરાગી નો
આઘેના તારાંને ચમકારે ચમકારે
બ્રહ્માંડે મારી આવ આંટો
જોને કિરણોનો ક્યાંય છે કિનારો…વૈરાગી નો
ઉડી ઉડીને વળી ઉડે એવી તો કોઈ
પ્રીત કેરી પકડીલે બાંયો ….. વૈરાગી નો
ઘરના છાયાની મને વણથંભી વાદળી
વાટ મહીં ઘરની જ છાય
સાચો આ નેહને સહારો ……વૈરાગી નો
જેને વ્હાલા સે વિજોગ (૧૩૨)
જેને વ્હાલા સે વિજોગ રે જેને પીયુસે વિજોગ રે
સુખેથી આ મન કોઇ દિ’સુવે નહીં
લોચનીયા લોચે, હેજી કોમલ મુખને કારણ રે
આ તન રેવે નહી
દીન તો કરીને ગયાં છોને દયાનાથ રે…. સુખેથી
પતિ વિના ઝુરે જેનો,પિયુડો પરદેશમાં રે
વિરહ વિપતથી જેના તનમાં લાગેલો તાપરે
સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં….
પુતરને પોઢાડી જેની જનેતા ભૂલી ગઇ પારણું
બાળકને બળાપે જેને કોટિક બેસે કર્મ રે
સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં…..
વેળેથી વિખૂટી જેમ ઝૂરે જળની માછલી રે
તરછોડી જાતાં ઓ ત્રિકમ તમને ખોટ રે
સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં…..
દાસ સવો કહે છે હેજી વિજોગની આ વિનંતી
વ્હાલાને મળવાને જેણે દોડીને કાઢી દોટ રે
સુખેથી આ મન કોઇ દિ'સુવે નહીં…..
એક તુટેલું બીન. (૧૩૩)
એક તુટેલું બીન, બીજું મન ગમગીન
હો…બોલે તોયે શું,ન બોલે તોયે શું
નિર્જન વગડાની વાટે,
એક વાદળ વરસ્યું ના વરસ્યું
નિર્ભર સરવરિયાની પાળે
એ કોઈ સૂરે તરસ્યું નાં તરસ્યું
એક તડપતી મીન,બીજુ પંખી પાંખો વિણ
હો..બોલે તોયે શું,ન બોલે તોયે શું…..
જેનો બેસુરે તૂટ્યો તાર, આધારે નિરાધાર
હોઠે ન આવે, હૈયાની વાણી
આંસુ કરે ઉચ્ચાર
હો…બોલે તોયે શું ન બોલે તોયે શું….
એક ચાતક છુરે જમીન
બીજો શ્રાવણ વર્ષા દિન
હો…બોલે તોયે શું ન બોલે તોયે શું….
હજી વ્હાલમને આવવાની વાર (૧૩૭)
હજી વ્હાલમને આવવાની વાર
તમે જંપો બે પોપચાં લગાર
મારી સાથે કાં રાત ભરી જાગો?
હજી વ્રેહથી વિન્ધાય અંગ આખુ
તમે શીદને રડો લ્યો છાના રાખું
રે કેમ મારી પીડા ઉછીની તમે માંગો……હજી
ગણતા થાકુ છું હુંતો આભના તારલીઆ
તમે કીકીમાં કેમ રહો ઝીલી
આવુ ઠેલાતુ હવે વ્હાણુ ને
આજ મારી રાતરાણી કેમ નથી ખિલિ
હજી કિરણોને જંપવાને વાર
તમે જંપો બે પોપચાં લગાર
મારી સાથે કાં રાત ભરી જાગો……
વ્હાલમને આવવાની વેળા થશે ને
ને મારી રાતલડીના ઉઘડશે ભાગ
એને હૂફાળે સંગ જાગવાની ઝંખનાનો
ગુજરશે જ્યારે એક રાગ
ત્યારે પળમાં બીડાશે બેઉં દ્વાર
તમે જંપો બે પોપચાં લગાર
મારી સાથે કાં રાત ભર જાગો. હરિન્દ્ર દવે
રમતું ‘તુ રાત દિન. (૧૩૮)
રમતું’તુ રાત દન જીભે જેનુ નામ
ઇ જીવતો ને જાગતો,જો આવી મળે આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજા
સઈ અમી નહીં?અમી નહીં?
કરડી સુગાળવી નજરે નિહાળી રિયા
આવતાં ને જાતાં સહુ લોગ
ને હસી હસી હારે, અમે જુઠી મરજાદના
ઓઢણ ઉતાર્યા છડે ચોક
રે ઊભી બજાર બીચ,વિટ્યો કાળો કામળો
કે ઔર કો મલીર હવે ઓઢે ઈ બીજા
સહી અમી નહીં? અમી નહીં?
ઘેર ઘેર થાય ભલે વાતું વગોવણીની
જીવને ન છોભ જરી થાતો
જગના વેવારથી વેગળો તે વ્હાલપનો
જોઇ બીજો બાંધ્યો છે નાતો
ભવભવના ભાગ લીધા આકીલે લાડ
કે ચાંદલો બીજાનો હવે ઓઢે તે બીજા
સહી અમી નહીં?અમી નહીં?
પ્રદ્યુમ્ન તન્ના
આપણે પોતેજ થઈ જઈએ. (૧૩૯)
આપણે પોતે જ થઈ જઈએ ભીનાશને
ઓગાળી દઇએ આકાશને…..
ઓગાળી દઇએ આકાશને
પહેલા વરસાદની માટીની ફોરમને
ભરીએ અંતરની સુવાસને…. ઓગાળી..
કોરાં બહાર શા આપણે છતાંય રહે
ભીતરની ભોમકા તો લીલી
લાંબા લચ રણ જેવી આપણી હથેળીમાં
લઇએ વરસાદ ને ઝીલી
નાસી ન જાય ક્યાંક કેદ કરી લઇએ
ચાલો આપણે આ કાયમી લીલાશને
ઓગાળી દઇએ આકાશને……
સુરજને ઉગવાની વેળા નો રાગ થઈ
વાગીએ સમયની શરણાઇમા
આપણું મિલન તો હોય એવું મિલન
અંત જેનો ન આવે જુદાઈમા
આપણાં પ્રવાસના મારગમાં વાવીએ
મહેકંતી મનની મીઠાશને
ઓગાળી દઇએ આકાશને……..
એક પા લહેરે (૧૪૦)
એક પા લહેરે દરિયો
આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલગ
સીમમાં ઉઠે ડમરી આરોપાર આ સુરજ તડકા ઢોળે જાય છેડાલગ છેડાલગ
આપણે લીલું ઘાસ (૨)
ને લીલાં ઘાસ ને એવી મંછા કે આકાશ
ભરી દઉ
હેત કરી લઉ હરણાં ને,બે વાત કરી લઉ,
વાયરા સાથે નાચ કરી લઉ,
હાથ ધરો તો હાથ ઝાલી લઉ
એવડો કે આ જીંદગી જોડે જાય છેડાલગ…
જળની એવી રીત (૨) કે
એના ઉરમાં જલે વિજળી તો વરસાદ કરી દે
પંડનુ આખુ પોત બળી ને
ગીત બને એ પળને જરી યાદ કરી લે
પળમાં ઝાલી પળને કોઈ સાચવે તો
એ પળમાં પહોંચી જાય છેડાલગ…એક પા૦
ધ્રુવ કુમાર ભટ્ટ
યાયાવર ગાન. (૧૪૧)
દરિયાની છાતી પર ઢોળાતુ જાય
એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેના સરનામાં હોય
એવા વણ જાણ્યાં નામ છીએ આપણે
હોવું તો વાદળીઆ શ્વાસ જેવી વાત
જેમ ધરતીને સાંપડી સુગંધ
આપણો તો કલબલનો એવો પ્રવાસ
જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમંદરમાં હોય
એમ આપણો મુકામ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે……
પાંખમાં ભરીને ચાલો આખું આકાશ
કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાગતા કિનારાનું ભાંગે એકાન્ત
એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળામાં હોય નહીં આપણને સાદ
સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે……
બારબાય બાર જેવી (૧૪૨)
બારબાય બાર જેવી બાથરૂમો હોય
અને પચ્ચી બાય ચોવીના ઓરડા
એવી મોટી મહેલાતુને ટક્કર મારે
તે મારા ચાર પાંચ નળિયાનાં ખોરડાં…….
ઓરડા ને આડ નહીં,ફરતે દિવાલ નહીં
નજરુંની આડે નહીં જાળિયુ
તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં
ચોપન દિશામાં એની બારિયુ
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠળ
છોકરાએ ટાગેલા દોરડા…. મારાચાર
ઘરમાં બેસું ને તોયે સુરજની શાખ દઇ
ચાંદરણા તાળી લઈ જાય છે
કેમનું જીવાય કેવી રીતે મરાય
એવી વાયરાઓ વાતો કહી જાય છે
એકવાર ફફડે છે હોઠ અને મહેંકે છે
ભીંતે ચીતરેલ બધાં મોરલા…મારાં ચાર પાંચ
ધ્રુવ કુમાર ભટ્ટ
આલ્લે આતો ખરેખરી થઈ (૧૪૩)
આલ્લે આતો ખરેખરી થઈ
તમે મજામાં અમે મજામાં
કૌતુક જેવી વાત બની ગઈ
અમે મજામાં તમે મજામાં
નામ ઠામ ને નાણું ભાણું
ગોઠવવામાં રાત પડી ગઈ
જાતને આગળ ધરતા ધરતા
આખે આખી જાત મરી ગઈ
અંદર ખાને કબર બની ગઇ
અમે મજામાં તમે મજામાં……
જાગ્યાં ત્યાંથી સૂતા સુધી માં
હસ્યા મહીનુ સાચ કેટલું
મન તો ઠાલું હળાહળાછે
સાવ તૂટેલા કાચ જેટલું
હાથ મિલાવો ટેવ પડી ગઈ
અમે મજામાં તમે મજામાં……..
ધ્રુવ કુમાર ભટ્ટ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે (૧૪૪)
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદિ ધીરેથી પુછે કે કેમ છે
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપર થી કુદરતની રહેમ છે…
ફાટેલાં ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એક્લો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યાં કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમા
આપણો ખજાનો હેમખેમ છે
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપર થી કુદરતની રહેમ છે…….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સુરજ તો ઉગે ને આથમીએ જાય
મારી ઉપર આકાશ એમ નેમ છે
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપર થી કુદરતની રહેમ છે………
ધ્રુવ કુમાર ભટ્ટ
શું રે થયું છે મને હું રે શું જાણું (૧૪૫)
શું રે થયું છે મને હું રે શું જાણું
મને વ્હાલું લાગે છે તારું મુખ
જોઉ જોઉં જોઉં તોયે જોતાં ધરાવું નહીં
ભવભવની હાય બળી ભૂખ……….
ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દન મારો
ક્યારે ઢળી મધરાત?
તારી તે મુરતી ને ને કેતા ન કેતા મારી
પૂરી ન થાય હજી વાત……. શું રે થયું છે
કોક કોક વાર તારી કાયા અલોપ બને
કોક વાર બાહુમાં કેદ
જોગ ને વિજોગ હવે ક્યારે જોખાવુ
મારા નૈણા ભૂલી ગયા ભેદ….. શું રે થયું છે મ
આરે અવતાર ભલે વાદળીઓ વહી જતી
કેવાં તે સુખ ને દુઃખ?
આખો જન્મારો તને આંખોમાં રાખું
મને વ્હાલું લાગે છે તારું મુખ….. શું રે થયું છે મને હું રે શું જાણું મને વ્હાલું લાગે છે તારું મુખ. મકરંદ દવે
યે દોલત ભી લે લો (૧૪૬)
યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો
ભલે છીન લો મુજસે મેરી જવાની
મગર મુઝકો લૌટાદો બચપન કા સાવન
વો કાગઝ કી કસ્તિ વો બારીશકા પાની (૨).....
મુહલ્લે કી સબસે પુરાની નીશાની
વો બુઢિયા જીસે બચ્ચે કહતે થે નાની
વો નાની કી બાતોમે પરિઓકા ડેરા
વો ચહેરે કી ઝુરીઓમે સદિઓકા ફેરા
ભૂલાયે નહીં ભૂલ સકતા હૈ કોઈ
વો છોટી સી રાતે વો લંબી કહાની (૨).......
કદિ ધૂપમે અપને ઘરસે નીકલના
વો ચિડિયા વો બૂલબૂલ વો તીતલી પકડના
વો ગૂડિયા કી શાદિમે લડના ઝગડના
વો ઝૂલો સે ગીરના વો ગીરકે સંભલના
વો પીપલ કે છલનો કે પ્યારે સે તોફે (૨)
વો તૂટી હુઇ ચૂડીઓકી નિશાની
વો કાગજ કી કસ્તિ વો બારીશકા પાની……
વાતે વાતે તને વાંકું પડે (૧૪૮)
વાતે વાતે તને વાંકુ પડ્યું ને
મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી
શબ્દો ને પંથ તો કોને નડ્યું
ને મેંતો વાતો ની કુંજ ગલી છોડી દીધી
આંખોમાં વાદળાંને શ્વાસોમાં વાયરા
પણ અડકો તો ભોમ સાવ કોરી
તારા તે કામ લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમ અમૃત કટોરી
પંખીની પાંખ મહીં પીંછું રડ્યું
મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી…..
હવે ખળખળતા ટળવળતા અંધારા જાય
તે અણધાર્યો તૂટી પડ્યો સેંથો
પાસે રહીને મને લાગે છે પ્રેમ (૨)
હવે કેટલાએ જનમોનુ છેટું પડ્યું
સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું
ને મેં તો વાતો ની કુંજ ગલી છોડી દીધી….
જગદીશ જોષી
એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા (૧૪૯)
એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા
ઘુઘરને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યા’તા
હાથમાં લાકડીઓ હતી પગમાં ચાખડીઓ હતી
મંદિરની ઓસરીમાં,રાત અમે રહ્યા’તા…એક૦
કાળા કાળા કૃષ્ણ હતાં,ધોળી ધોળી ગોપીઓ
બોરી કાળી બંડી ને, માથે કાન ટોપીઓ
રાસની રમઝટમાં અમે કાન ગોપી થ્યા’તા….
ભજનોની ધૂન હતી, હું મોહ્યો’તો ગીતમાં
મીરાં તો જોતી હતી માધવને ભીંતમાં
પથરા પણ સાદ પાડી રહ્યા’તા….
એકવાર હું ને મીરા મથુરામાં ગ્યાતા
પાસ પાસે તોયે કેટલાં જોજન (૧૫૧)
પાસ પાસે તોયે કેટલાંજોજન
દૂરનો આપણો વાસ
જેમકે ગગન સાવ અડોઅડ
તોય છેટાંનો ભાસ
રાત ‘દિનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દા’ડો સુખ મળતું નથી
આવકારનુ વન અડાબીડ બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી
આંસુને યે દઇ દીધો છે
ભવનો કારાવાસ….. પાસપાસે તો એ
ઝાડથી ખરે પાંદડું એમાં
કેટલાં કિરણ આથમ્યા નું સંભારણું હશે
આપણી વચ્ચે “આવજો”ની કોઈ ભીત હશે
કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સુતાં હોય ને લાગે શમણાંનો સહવાસ
જેમ કે ગગન સાવ અડોઅડ તોય
છેટાંનો ભાસ
પાસપાસે તો એ કેટલાં જોજન દૂરનો
આપણો વાસ
પાન લીલું જોયું ને તમે યાદ (૧૫૨)
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણમાં આભનો ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં……
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયાનો શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
હરિન્દ્ર દવે
ગઢને હોંકારો તો કાંગરા એ દેશે (૧૫૩)
ગઢને હોંકારો તો કાંગરા એ દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે
રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે
આઘે આઘે થી તેને આવ્યાં છે કહેણ
જઇ વ્હાલમશુ નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે……
આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાના
ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જશે દૂર,
મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે…હવે તારો ૦
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે
લઈ લેણદેણ તૂટ્યાં નું શૂળ
ડમરી જેવું રે સહેજ ચડતું દેખાશે
પછી મીરાં વિખરાયા ની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશેને રાજ
રુંવે રુંવે થી તને તોડશે…હવે તારો ૦
રમેશ પારેખ
રામ સભામાં અમે રમવાને ગ્યાતા (૧૫૪)
રામ સભામાં અમે રમવાને ગ્યાતા
પહલી ભરીને રસ પીધો રે
હરિ નો રસ અમે પુરણ પાયો…..
પહેલો પીયાલો મારા સદગુરુ એ પાયો
બીજે પીયાલે થઈ છું, ઘેલી રે
ત્રીજો પીયાલો મારા રોમેરોમ વ્યાપ્યો
ચોથે પીયાલે રસ રેલી રે….. રામ સભામાં ૦
રસબસ એકરૂપ રંગ રસિયા સાથે
વાટ ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને નજરે ન આવે
એ મારા મંદિરીઆમા મ્હાલે રે…રામ સભામાં
અખંડ હેવાતણ મારાં, સદગુરુ એ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે…. રામ સભામાં
બા…….એકલા…….જીવે (૧૫૫)
બા એકલા જીવે,બા સાવ એકલા જીવે
એકલતાના વરસો એને ટીપે ટીપે પીવે
બા સાવ એકલાં જીવે…..
બા નાં ઘરમાં વેકેશન, જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વહેતું
દોડાદોડી પકડાપકડી સહુ પકડાઇ જાતાં
ભાઇભગીની ભેળાં બેસી,સુખનો હિંચકો ખાતાં
સુખડીમા ઘી રેડી રેડી,બા સહુને ખવડાવે
ઉડવાનું બળ આપી,પાછી ઉડવાનું શીખવાડે
સુખનો સુરજ,છાનો માનો, જલતો બાના દીવે
બા સાવ એકલાં જીવે……
કાળ કુહાડી ફરી, કપાયાં વેકેશનના ઝાડ
કોઈ હવે પંખી ન ફરકે,ચણવા માટે લાડ
સુનકાર ને સંનાટ્ટાઓ, ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડા ખરતા
સુખડીનો પાયો દાઝેલો, શેમાં એ ઘી રેડે
બાના સૌએ સપનાં તોડ્યાં,કોણ બાને તેડે
ફાટેલાં સાળુડા સાથે, કૈંક નીસાસા સીવે
બા સાવ એકલા જીવે…..
કમસે કમ કો’ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ચાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ
દાદાજી ના ફોટા સામે, કૈંક સવાલો પુછે,
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લુછે
શબરીજીને ફળી ગયા,એ બોર અને એ રામ
બાના આંસુ બોરબોર,પણ ન ફરકે એ રામ
મુકેશ જોષી
હરિ…..આમ…..છેટા છેટા (૧૫૬)
હરિ આમ છેટા છેટા ન રહીએ
કોક દિ તો ભક્તોનાં થોડાં થઇએ
નયણાં દીધાં પણ દર્શન ન દીધાં
ઊચેરે ગગનને ખોરડે બેસણાં રે કીધાં
સમજું ને ઝાઝું શું કહીએ…. હરિ આમ ૦
મનનું મંદિર મેંતો એવું રે સજાવ્યું
આંસુના ફુલડાં નું આસન બિછાવ્યુ
તનનો તંબુરો ઘૂંટી લઇએ…હરિ આમ ૦
અવિનાશ વ્યાસ
સહજ… મળ્યું….તે લીધું (૧૫૭)
સહજ મળ્યું તે લીધું મેંતો સહજ મળ્યું તે લીધું
ખળખળતા ઝરણાંનું પાણી,અમૃત જાણી પીધું
મેંતો સહજ મળ્યું તે લીધું …..
આવળ બાવળનાં ફુલોમા ફુલ ગુલાબી દીઠાં
વનવગડામાં ભમતા લાગે, ચણીબોર પણ મીઠાં
ક્ષણ ક્ષણ જીવને ડંખે એવું,કામ ન એકે કીધું
મેં તો સહજ મળ્યું તે લીધું ….
ચપટી મળ્યુંતે સીરપર ધાર્યું,મણનીલાલચ છોડી
આતમને અજવાળે મેંતો,ધરમ ધજાઓ ખોડી
આડો અવળો મારગ મેલી, જાવું છે ઘર સીધું
મેં તો સહજ મળ્યું તે લીધું…..
લાલજી કાનપરિયા
ગગન વાસી ધરા પર બે ઘડી (૧૫૮)
ગગનવાસી ધરાપર બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો
સદાયે ષેશ હૈયા પર શયન કરનાર હો ભગવંત
ફક્ત એકવાર કાંટાળી પથારી પાથરી તો જો..
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો
નથી આવાત સાગરની,ભવસાગરનીવાતો છે
અવરને તારનારા તું સ્વયં એને તરી તો જો
ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે જાગીર
વફાના શ્વાસ ભરનારા,મરણ પહેલાં મરી તો જો
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો
સુન મેરે ભાઈ રે (૧૬૦)
સુન મેરે ભાઈ રે,સુન મેરે બંધુ (૨)
કબીરા બીગડ ગયો બીગડ ગયો બીગડ ગયો
પારસકે સંગમે લોહા જો બીગડ ગયો
બીગડો(૨)હો તો ઐસો બીગડો
બીગડો(૨)હો તો કંચન ભયો…. કબીરા ૦
દહીં કે સંગમે દૂધ જો બીગડો
બીગડો (૨)હો તો ઐસો બીગડો
બીગડો (૨)હો તો મખ્ખન ભયો…કબીરા ૦
ગણીકાકે સંગમે કબીરા બીગડ ગયો
બીગડો(૨)હો તો ઐસો બીગડો
બીગડો (૨)હો તો કંચન ભયો….. કબીરા ૦
મહેકમા મહેક મળી જાય તો (૧૬૧)
મહેકમા મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો
સ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો
દીર્ઘ યાત્રાની જરુરતથી સત્ય થઇ જઇને
એક મંઝીલની લગન આંખે ઉતરવા દઇને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો
ભેદની આંખે ન જણાયા તે તત્વો કળવા
જે અગોચર છે અસ્તિત્વને હરદમ મળવા
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે
માનવીની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દીલના વિસ્તારની દુનિયામાં વસવા માટે
કોઈ મહેફિલથી ઉઠી જાય તો મૃત્યુ ન કહો
મહેંક માં મહેંક મળી જાય તો…..
હરિન્દ્ર દવે
ભાઇ મારો સાથીડો રીસાણો (૧૬૨)
ભાઇ મારો સાથીડો રીસાણો એને કોણ મનાવા જાય
કાચી માટીનાં ઘાટ ઘડુલા, તે પણ ફૂટી જાય
પરદેશીની પ્રીતડી તે કાંઇ પળમાં તૂટી જાય
ભાઇ મારો સાથીડો રીસાણો એને
પીંજરમાંથી પોપટ હાલ્યો, પીંજર ઝોલાં ખાય
સરખી મળી સાહેલડી કાંઈ અવળાં મંગળ ગાય……ભાઇ મારો સાથીડો રીસાણો એને
પાંચ તત્વકા પીયુ હમારા, તે છોડ્યાં કેમ જાય
જ્ઞાન ગરીબી ર્હદયમા રાખીલે, થનાર હોય તે થાય……ભાઈ મારો સાથીડો રીસાણો એને
સદગુરુ કાં સ્મરણ કરીલે,રદય કમળ સુધી જાય.
કહત કબીરા સુનો ભાઈ સાધો વૈકુંઠવાસી થાય
ભાઇ મારો સાથીડો રીસાણો એને કોણ મનાવા જાય……કબીર
હરિ એટલું તો વેણ મારું રાખજો (૧૬૪)
હરિ એટલું તો વેણ મારું રાખજો
મને વાટ્યું જોવાનાં કોલ આપજો
ખાલી નજરુની જેમ વેરાતી ઉભી છું
ખાલીખમ અવરવની ઓરડી
શબરીની આંખ થઈ ,ઝૂર્યા કરુંછું
નથી બોરાં બચ્યાં કે નથી બોરડી
તમે ફોરમના પડછાયાં વાવજો
હરિ એટલું તો વેણ મારું રાખજો…..
સગપણમાં એક સાંજ વરસાદી હોય
હોય ઉપરથી વિજળીના કડાકા તનમનમાં એમ છતાં જીરવાતા હોય
હરિ લેણદેણ ખૂટ્યાના ધ્રાસકા
તમે એટલો સંદેશ મારો કાપજો
હરિ એટલું તો વેણ મારું રાખજો…..
હરિહર જોષી
એકલાં જ આવ્યા મનવા (૧૬૫)
એકલાં જ આવ્યા મનવા એકલાં જવાના
સાથી વિના સંગી વિના એકલાં જવાના
કાળજાની કેડીએ કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ન સાથ દે
છાયા ના સાથ દે ભલે, કાયાના સાથ દે ભલે
પોતાનાજ પંથે, પોતાના વીનાના
સાથી વિના સંગી વિના એકલાં જવાનાં……
આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને તારો આધાર એક્લો
એકલા રહીએ ભલે,વેદના સહીએ ભલે
એકલા રહીને ભેરુ થાઓરે બધાનાં
સાથી વિના સંગી વિના એકલાં જવાના….
દયાના સાગર થઇ ને (૧૬૬)
દયાના સાગર થઇ ને કૃપા રે નિધાન થઇને
છોને ભગવાન કહેવડાવો, મારાં રામ તમે
સીતાજી ને તોલે ન આવો….મારા રામ
કાચાં રે કાન તમે, ક્યાં ના ભગવાન? અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઇ ને વગડો એ વેઠ્યો
એને લોકોની વાતોએ ત્યાગી દીધી
પતિ થઈ પત્નીને ઓળખતાં ન આવડ્યું
છોને ઘટઘટના જ્ઞાતા કહેવડાવો
પણ રામ તમે સીતાજીને તોલે ન આવો…
તમથી એ પહેલાં અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોની વચમાં નીરાધાર નારીએ
દસ માથાવાળો ત્યાં ન ફાવ્યો
મરેલાને માર્યો એમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂંટો છો લ્હાવો
પણ રામ તમે સીતાજીને તોલે ન આવો
મારાં રામ તમે સીતાજીને તોલે ન આવો
મોકો…. કહાં. ઢૂઢે……બંદો (૧૭૬)
મોકો કહાં ઢૂઢો બંદો,મૈતો તેરે પાસમે
ના તિરથમે,ના મૂરતમે,ના એકાન્ત નિવાસ મેં
ના મંદિરમે,ના મસ્જિદમે, ના કાશી કૈલાસમે….
ના મે જપમે, નાં મેં તપમે,ના મેં વ્રત ઉપવાસમે
ના મે ક્રિયાકરમમે રહેતા, નહીં ત્યાગ સંન્યાસમે
ખોજીકો તુરત મિલ જાવું,એક પલકી તલાશમે
કહે કબીર સુનો ભાઈ સાધો,સબ શ્વાસોકી શ્વાસમે
મેં હું સ્વાસ ઉચ્છવાસ મેં, મેં તુમ્હારે વિશ્વાસમે
મેં તો તેરે પાસમે……….
મથુરામાં….. સાંભળ્યું કે….. ચાંદની (૧૭૭)
મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે શ્યામ
વૃંદાવન રોજની અમાસ
આજ હવે એજ ધુળ માથે ચડાવીએ કે
કાલ જ્યાં રમ્યાતા રુડો રાસ…મથુરામાં ૦
ચંદનનાં વનમાં એક સાપ ગયો ડંસી
હવે સૌરભનુ લેશના ઓસાણ
શ્યામની સંગાથે બધું સગપણ ગયું
કોઈની રહી ન ઓળખાણ,
કોઈ જરાં ફુલને સુઘાડી જુઓ
ક્યારનોએ અટકી ગયો છે મારો શ્વાસ.. મથુર
ગમતી ગલીઓમાં હવે સળ નાં સૂઝે
ન વાગે રમતી સાહેલીઓના ઝાંઝર
આજ હવે છૂટાં તરણાંએ નથી હાથ વગા
એકઠાં કરીને જે બાંધ્યું તું ઘર
ઉદ્ધવની સાથે એક મોરપીંછ મોકલજે
બીજી ન કોઈ કરું આશ…મથુરામાં ૦
…….
ખૂબ….. જેનું….નામ……. લીધું (૧૭૯)
ખૂબ જેનું નામ લીધું, આખરે આવ્યાં જ તે
ગામમાં નહીં ઠેઠ ઘરના ઉંબરે આવ્યાં જ તે
મન કહ્યું માને નહીં ને, બુધ્ધિ ચકરાવે ચડી
એટલે સીધા બરાબર,અંતરે આવ્યા જ તે…
મંદિરોનાં બંધ તોડી ને હઠાવી પંડિતાઇ
વાવણી કરતાં અબૂધ ને,ખેતરે આવ્યાં જ તે…
સાવ સહેલાને ભલા, અઘરું કરી મૂકો નહીં
આ હવા,આ તેજ, આ ટહુકા પરે આવ્યાં જ તે……ખૂબ જેનું નામ લીધું
આખરે આવ્યાં જ તે……મકરંદ ભાઈ દવે
બહેન……મારે….. વહેવું (૧૮૦)
બહેન મારે વહેવું ના વહેવું શું કરું રે
બહેન મારાં ઝરણાંને દરિયો ગળી જાય
બહેન મારે ઉડવું નાં ઉડવું શું કરું રે
બહેન મારી પાંખો આકાશ ગળી જાય
એવા અંતરની વાતો શું કરું રે (૨)
બહેન મારે ખીલવુ ના ખીલવું શું કરું રે
બહેન મારું ફુલડુ ફોરમ બની જાય
એવા અંતરની વાતો શું કરું રે (૨)
બહેન મારે ગાવું ના ગાવું શું કરું રે
બહેન મારું ગીતડુ ગોવિંદ લઇ જાય
એવાં અંતરની વાતો શું કરું રે (૨)
બહેન મારે જીવવું ના જીવવું શું કરું રે
બહેન મારો જીવ માધવ લઇ જાય
એવા અંતરની વાતો શું કરું રે (૨)
બહેન જેને મારું ગણું તેં એનું થઈ જાય
એવાં મારાં પણાને શું કરું રે
એવાં મારાં પણાને શું કરું રે
એવાં ભીતરની વાતો શું કરું રે (૨)
એવાં અંતરની વાતો શું કરું રે
મુકુંદરાય પારાશર્ય
હજીયે ન જાગે મારો આતમરામ (૧૮૧)
હજીયે ન જાગે મારો આતમરામ
સમંદર ઘૂઘવે છે દૂર
વાયુ સુસવે ગાંડોતૂર
સમજુ ન ભરતી કે આતે આવેછે તૂફાન.હજી૦
શઢસંધા ફડફડે,દોર ધીંગા કડકડે
હાજરસૌ ટંડેલએક મારાં સૂનાં છે સૂકાન..હજી
વ્હાણ રાખું નાગરેલુ્, વેપાર શી રીતે ખેડું
સવાયા થાશે કે જાશે મારાં મૂળગા યે દામ…
હવે તો થાય છે રે મોડું
વિનવું હું પાયે પડું
હવે તો થાવા બેઠો છે,ફેરો આ નકામ
જાગો જી જાગો જી, મારાં આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ
રામનારાયણ પાઠક
ગઢને……. હોંકારો તો કાંગરા (૧૮૨)
ગઢને હોંકારો તો કાંગરાએ દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે
રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે
આઘે આઘે થી એને આવ્યાં છે કે'ણ
જઇ વ્હાલમશુ નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે……..
આઠે અકબંધ તારા બીડ્યા દરવાજાનાં
ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર
મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળુ મલીર મીરાં ઓઢશે….. હવે તારો
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે
લઇ લેણદેણ તૂટ્યાં નું શૂળ
ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે
પછી મીરાં વિખરાયા ની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રુંવે રુંવે થી તને તોડશે…. હવે તારો
રમેશ પારેખ
તડકો……પડ્યો….તો…ચાલ (૧૮૩)
તડકો પડ્યો તો ચાલ ઝીલીએ
અંગ અંગ અંગારે ઓગળે ભલે ને તોયે
મુખથી તો આહ નહીં બોલીએ….. તડકો
ભવને મારગ કદિ આપણેય માંણી હશે
લીલુડાં લીમડાની છાય
ચાલ આજ આપણે વેઠીને દૂજાને
ઢાળી દીએ રે પડછાયા
દૂજાનુ સ્મિત હશે આપણું એ સ્મિત ચાલ(૨)
આંસુથી ઉનાળા ઠારીએ…તડકો પડ્યો ૦
કંચન હઇશું તો ભલી કિંમત અંકાશે ને
નહીંતર તો રાખ થઇ જાશું
રાખ થઈ કોકનું જો અંતર અજવાળશુ
તોયે રે ધન્ય થઈ જાશું
હૈયે અડાડીને તડકાની હૂંફ હવે (૨)
આપણેય ફૂલ સમુ ખીલીએ…. તડકો પડ્યો ૦
મોહન દાડીકર
સંગમાં રાજી રાજી (૧૮૪)
સંગમાં રાજી રાજી આપણ એક બીજા ના
એક બીજા ના સંગમાં રાજી રાજી
બોલવા ટાણે હોઠ ખૂલે નહીં
નેણ તો રહે લાજી….. સંગમાં ૦
લેવાને જાય ત્યાં જીવન
આખુય તે છલકાય
દેવાને જાય છલોછલ
ભરિયુ શું ઠલવાય
એવી એ (૪)આપ લે ને અવસરીએ પાગલ
કોણરે કહે પાજી……સંગમાં ૦
વિતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ
ભાવીના સોણલાનો એ
રણકે ઓરો સાદ
આ અષાઢી (૪)આભના વાદળ વીજ શા વારી
ઝરતાં રે જાય ગાજી…. સંગમાં ૦
મારી રાત દિવસ ની ઘટના (૧૮૫)
મારી રાત દિવસ ની ઘટના
એક જ તારી એક તમારી
દિવસ રાત ની ઘટના
એક સનાતન રટણા…મારી રાત દિવસ ની ૦
સુરજ ઉગે ને કિરણ કિરણ પર
હોય તમારું નામ
તારાઓની રજકણ ઓથે
કોણ છુપાયુ આમ
અમે તમારી માછલીઓ ને
અમે તમારાં સપનાં…. મારી રાત દિવસ ની ૦
પળ પળ નો આ વહે કાફલો
અહો તમારે દેશ
ભુલેચૂકે પળ છૂટી પડે તો
એ પળ છે પરદેશ
અમે શ્યામ ને સોગંદ દીધાં
મીરાંના ઘૂઘરના….. મારી રાત દિવસ ની ૦
પરથમ…પરણામ…મારાં (૧૮૬)
પરથમ પરણામ મારાં માતાજી ને કહેજો રે
માન્યું જેણે માટીને રતનજી
ભૂખ્યા રહી જમાડ્યા અમને જાગી ઉઘાડ્યાં
એવાં કાયાનાં કીધેલા રે જતનજી…….
બીજા પરણામ મારાં,પીતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરીજી
બોલી બોલાવ્યા અમને,દોરી હલાવ્યા ચૌટે
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી………
ત્રીજા પરણામ મારાં, ગુરુજીને કહેજો રે
જડ્યા કે ન જડિયા, તોયે સાચાં જી,
એકનેય કહેજો એવાં સહુનેય કહેજો જે
જે અગમ નિગમ ની બોલ્યા વાચાજી……
ચોથા પરણામ મારાં,ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી
ખાલી માં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા
હસાવી ધોવરાવ્યા અમારાં મેલજી…..
પાંચમા પરણામ મારાં,વેરીડાને કહેજો
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી
અજાણ્યાં દેખાડયા, અમને ઘેરી ઉલેચાવ્યા જેણે, ઊંડા ઊંડા આતમના અંધાર જી……
છઠ્ઠા પરણામ મારાં, જીવનસાથી ને કહેજો
સંસાર તાપે દીધી છાંય જી
પરણામ ઓછા એ પડે પરણામ વધારે પડે
આતમના કહેજો એક સાઈ જી……..
સાતમા પરણામ ઓલ્યા મહાત્મા ને કહેજો રે
ઢોરના કીધાં જેણે મનેખજી
હરવા ફરવાના જેણે મારગ ઉઘાડ્યાં રુડાં
હારોહાર માંરી ઊંડી મેખજી…..
છેલ્લા પરણામ અમારા,જગતને કહેજો જેણે
લીધા વીના આલિયુ સર્વસ્વ જી
આલ્યુ ને આલશે, ને પાળ્યાને પાળશે જ્યારે
ફરી અહીં ઉતરશે અમારો હંસજી…….
શેષ
માંગવું શું તે હું જાણું ન માલિક (૧૮૭)
માંગવું શું તે હું જાણું ન માલિક
આપવું હોય તે આપજે સહેજે
માંગતા મુને ન આવડે કાંઇ
તું જ જાણી કરી જુગતુ દેજે
મન માને નહીં માંગતા માલિક
મરને માથડે વાવજે કાંટા
કેમ કરી વળી ચિતવુ હૈયે
વરસાવે જે ચંદન છાંટા
જેવી છે તેવી આ જાતને માલિક
સાવ ખુલ્લા દિલે સામને રાખું
ફાવે તે ફેકજે દીન દયાળુ
મીઠું કે કડવું કાઈ ન ભાખુ
ચાહે તો મુને મારજે માલિક
ચાહે તો અમી નાં ઘૂંટડે પાજે
ચાહે તો ભોમા ભંડારજે માલિક
ચાહે તો માંરો સારથી થાજે
હું તે શું જાણું કે કારવુ માલિક
હું તે શું મારું ગિનાન ગણાવું
તારું આપ્યું સૌ આંખ અડાડી
ધન્ય ઘડી ધન ભાગ વધાવુ
મૂંગા મૂંગા તારે ચરણે માલિક
હોંશે હોંશે કુરબાન છે કાયા
ઓગળી પીગળી જાઉ તારામાં
પ્રાણ રહે નહીં દેશ પરાયા
માંગતા કાંઇ ન આવડે માલિક
શીખવી દે તું માગવું સારું
અદકું એથી તું મુજમાં બેસી
તું જ માગીલે ગમતું તારું
મકરંદ દવે
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ (૧૮૮)
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ (૨)
મારાં ખરવાના ખરતા નથી પાન
મારાં પડછાયે વળગ્યું વેરાન(૨)
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ…..
આટલું તો ઊભો ને આટલાં તો વેઠ્યા
મેં તરણાતી ધરતી નાં તાપ
ફૂલ નહીં ફૂટ્યાં તો શૂળથી એ શણગારી
હસતું આ રાખ્યું મેં આભ
ભુલુ પડીને કોઈ ટહુકી ન જાય અહીં
વાસંતી લોક સહુ સાવધાન (૨)
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ…..
ભાર મારો મૂળિયાં ને,થડિયાને ડાળને
ભાર મારો ધરતી ને આભને
સપનું એ લીલપનુ ચમકે તો લાગે છે
આંસુનો ભાર માંરી આંખને
ભૂલું પડીને રખે વરસી કો જાય
અહીં દરિયા ના દેશ બધાં સાવધાન (૨)
હું તો ઝાંઝવાનું બાંધેલું ઝાડ…….
નિશ્ચે કરો રામનું નામ (૧૮૯)
નિશ્ચે કરો રામનું નામ નથી જોગી થઈ ને જાવું
નથી કરવાં ભગવાં કામ,નથીભેગું કરી ને ખાવું
ગમેતો તમેભગવાં કરજો,ગમે તો ઉજળાં રાખો
નહીં દુભવો સામા જીવને,સુખ સામાનું તાકો..
નથી રામ ભભૂતી ચોળ્યે, નથી ઉંધે શિરે ઝોળ્યે
નથી નારી તજી વન જાતાં જ્યાં લગી આપ ન ખોળે…….
જંગલમાં મંગલ કરી જાણે,મંગલ જગત જેને
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને
પય ઓથે જેમ ધૃત રહ્યુંછે,તલ ઓથે જેમ તેલ
કહે નરભો રઘુવર છે સઘળે,એવો એનો ખેલ
મધ્ય કાલિન કવિ નરભેરામ
વૈષ્ણવ નથી થયો તું રે (૧૯૦)
વૈષ્ણવ નથી થયો તું રે,શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે,શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન જોઈ હૈયું નહરખે,દ્રવે ન હરિગુણ ગાતાં
કામધામ ચટકી નથી પટકી,ક્રોધે લોચન રાતાં
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયેતો તું વૈષ્ણવ સાચો
તારાં સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો
પર દુઃખ દેખી રદય ન દાઝે,પર નિદા નથી ડરતો
વહાલ નથી વિઠ્ઠલથી સાચું,હઠે ન હું હું કરતો
પરોપકારે પ્રિત ન તુજને સ્વાર્થ છૂટ્યો છે નહીં
કહેણી તેવી રહેણી ન મળે, કાં હા લખ્યું એમ કહેની
ભજવાની રુચિ નથી મન નિશ્ચે નથી હરિનો વિશ્વાસ
જગત તણી આશા છે જહાં લગી,
જગત ગુરુ તું દાસ
મન તણો ગુરુ મન કરશે તો
સાચી વસ્તુ જડશે
દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે
હું……ધોબણ ગામની…….(૧૯૩)
હું ધોબણ ગામની ધબાક ધબાક ધોઉં કપડાં
થાય કપડાંનો થોક, થોડાં દિન થાય લોક
વાટ જુએ મારા બાપડા….. હું ધોઉં કપડાં
પેલા પેટવાળા શેઠના પહેરણમા
અત્તરની શીશી મળી,
મને કીધું કે ધોબણ તું પહેરણમા નાખજે જાજી ગળી
ભાઇ મોટાં ની વાતનાં મોટા વડ..ધોઉં કપડા
પેલા ઇસ્કુલના મહેતાનુ ધોતિયું
શાહીને ધાબે ભર્યું
એણે છોકરાં ભણાવી ભણાવીને
એવું શું એ લખ્યું
એની બૈરીને સાડલે બાર થીંગડાં…ધોઉં કપડાં
પેલા સ્ટેશન માસ્તરના ખીસ્સામાંથી
ખોટી આની જડી
એને ધોતા જો બટન તુટ્યું તો આવી બન્યું
એતો સ્ટેશન ઈ સ્ટાફના વડા…ધોઉં કપડાં
મારા ભોળા દિલનો (૧૯૪)
મારા ભોળા દિલનો હાયરે સ્વીકાર કરી ને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને…..મારા ભોળા દિલનો
મેં વિનવ્યુ વારંવાર હવે દિલ સાફ કરી દે
કોઈ ભૂલ હોય તો મારી મને માફ કરી દે
ના ના કહી ના હા કહી,મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર..
એક બોલ પર એના મેં જીંદગી વારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
આ જોઇ તને રોઇને દિલ મારું કહે છે
શું પામ્યું જીંદગી ભર ચાહ ભરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર..
છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોના પ્રેમનાં રણકાર બાકી છે
સંસારના વ્યવહારનાં વેપાર બાકી છે
બંને દિલોના મળવાં હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલાઈ ગયા જોયું નાં ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર…
હે કરુણાના કરનારા તારી (૧૯૫)
હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટનાં હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
મેં પાપ કર્યાં છે એવાં, હું ભૂલ્યો તારી સેવા
મારી ભૂલોના ભુલનારા…. તારી કરુણાનો..
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા…તારી કરુણાનો..
હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધાં વીષના પ્યાલા
વિષને અમૃત કરનારા તારી કરુણાનો……..
પંખીડાને આ પીંજરું (૧૯૬)
પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે
બહું એ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે
ઉમટ્યો અજંપો એને,પંડના રે પ્રાણનો (૨)
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠે દેશ જાવા લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે
સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે ઝડેલ વિજણો મોતીનો મોંઘો અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈ ન રંગ લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું..
માન માન ઓ પંખીડા,આ નથી સાજન રીત
આવું જો કરવું તું તો,કરવી નોતી પ્રીત રે
ઓછું શું આવ્યું સાથી, સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તોયે નવું પીંજરું માંગે
મેં….. બંસરી……તુમ્હારી…(૧૯૭)
મેં બંસરી તુમ્હારી મમ શ્યામ બની આવો
અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો
હું શોકમાં ડૂબી ને ઝુરુ અશોક વનમાં
સીતાને શોધનારા,મમ રામ બની આવો
અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો
મીરાં એ ભક્તિ કીધી,રાણાએ ત્યજી દીધી
એ ઝેરના પીનારા,મમ કૃષ્ણ બની આવો
અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો
નરસિંહ મહેતાની હૂંડી, રુપિયા છે સાતસો ની
હૂંડી સ્વીકાર નારા શામળશા બની આવો
અથવાતો રાધિકાના ઘનશ્યામ બની આવો
ભલે નાના નાના બાળ (૨૦૪)
ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ
અમે મોટા થાશું ને જગ દોરશુ
ખડતલ શરીર મન મોટું બનાવશું
હૈયામાં હિત બધી દુનિયાનું રાખશું
સાચાં માનવ બનીને જીવતર જીવશું
અમે મોટા થાશું ને જગ દોરશુ….. ભલે
ઊંચનીચ ભેદો આ દુનિયાનાં ટાળવા
નાતો જાતને ધર્મ વાડાઓ તોડવા
બધી શક્તિ અમારી વિશ્વ ચરણે ધરશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ…. ભલે
જગના અંધારાં ને દૂર દૂર હાંકવા
સાચાં તે જ્ઞાનનો દિવો પ્રગટાવવા
અમે જાતે સળગી ઘેર ઘેર ઘુમશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ…. ભલે
પૈસાનાં જોરે આજ માનવી મપાય છે
કોઇ કરે કામ કોઈ બેસીને ખાય છે
કરી સર્વોદય સાચો સમાજ રચશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ….. ભલે
અય મેરે વતન કે લોગો (૨૦૫)
અય મેરે વતન કે લોગો જરાં આંખ મેં ભરલો પાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
અય મેરે વતન કે લોગો
તુમ ખૂબ લગાલો નારા
યહ શુભ દિન હૈ હમ સબકા
લહરા લો તિરંગા પ્યારા
પર મત ભૂલો સીમા પર
વીરો ને હૈ પ્રાણ ગવાએ ્
કુછ યાદ ઉન્હેં ભી કરલો
જો લૌટકે ઘરનાં આયે……અય મેરે
જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરે મૈ પડીઆઝાદી
જબ તક થીં સાંસ લડે વો
ફિર અપની લાશ બિછાદી
હો ગયે વતનપે નિછાવર
વો ફીરથે કિતને ગુમાની…. જો શહીદ ૦
જબ દેશમે થી દિવાલી
વો ખેલ રહેથે હોલી
જબ હમ બૈઠે થે ઘરોમૈ
વો ઝેલ રહે થે ગોલી
થે ધન્ય જવાનો અપને
થી ધન્ય વો ઉનકી જવાની…. જો શહીદ ૦
શેરોકી તરહ ઝપટે થે
ભારત કે બહાદુર બેટે
ઇસ મુલ્ક કી લાજ બચાને
મર ગયે બરફ મેં લૈટે
સંગીન પે ધરકર માથા
સો ગયે વીર બલિદાની……જો શહીદ હુએ ૦
કોઇ શીખ કોઇ જાટ મરાઠા
કોઇ ગુરખા કોઈ મદ્રાસી
સરહદ પર મરને વાલા
હર વીર થા ભારત વાસી
જો ખૂન ગીરા પર્વત પર
વહ ખૂન થા હિન્દુસ્તાની… જો શહીદ હુએ ૦
થી ખૂન સે લથપથ કાયા
ફીર ભી બન્દૂક ઉઠા કે
એકને દશ દશકો મારાં
ફિર મર ગયે હોંશ ગવાકે
જબ અંત સમય આંયાં તો
કહ ગયે કી અબ મરતે હૈ
ખુશ રહના દેશ કે પ્યારો
અબ હમ તો સફર કરતે હૈ
તસવીર નયનમે ખીચો
ક્યા લોગ થે વે અભિમાની.. જો શહીદહુએ ૦
મારા ઘરમાં ચકીબાઈ ૩
મારા ઘરમાં ચકીબાઈ આવી ગયા
અને નાની ચરક એક મેલી ગયા
ફદુક ફદુક કૂદતાં આવ્યાં
નાની ડોક ડોલાવતા આવ્યાં
ચકક ચકક કૂદતાં આવ્યાં
ફરર કરી ઉડી ગયા
અને નાની ચરક એક મેલી ગયા…મારા ઘરમાં
મારા ઘરમાં કુરકુર ભાઇ આવી ગયાં
અને કાદવના પગલાં મેલી ગયાં
બબ્બે પગથિયાં ઠેકતા આવ્યા
ડિલના વાળ ખંખેરતા આવ્યા
ડાઉફ ડાઉફ ભસતાં આવ્યાં
ઝુલાવી જીભને ચાલી ગયા
એનાં કાદવના પગલાં મેલી ગયાં.. મારા ઘરમાં
મારા ઘરમાં મંગીમામી આવી ગયા
અને મીઠાઇનો પડિયો મેલી ગયા
લીલી સાડીએ લ્હેરતા આવ્યા
ભાણો ભાણો બોલતા આવ્યા
સોડમાં કંઇક સંતાડતા આવ્યા
ઠુમકી ભરીને એતો ચાલી ગયા
અને મિઠાઈનો પડિયો મેલી ગયા…મારા ઘરમાં
ભલે નાના નાના બાળ ૪
ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ
અમે મોટા થાશું ને જગ દોરશુ
ખડતલ શરીર મન મોટું બનાવશું
હૈયામાં હીત બધી દુનિયાનું ધારશુ
સાચાં માનવ બની વિશ્વ ચરણે ધર્યું
અમે મોટા થાશું ને જગ દોરશુ.. ભલે
ઊંચનીચ ભેદો આ દુનિયાનાં ટાળવા
નાતો જાતોને ધર્મ વાડાઓ તોડવા
બધી શક્તિ અમારી વિશ્વ ચરણે ધરશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે
જગના અંધારાં ને દૂર દૂર હાંકવા
સાચાં તે જ્ઞાનનો દિવો પ્રગટાવવા
અમે જાતે સળગી ઘેર ઘેર ઘુમશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે
પૈસાનાં જોરે આજ માનવી મપાય છે
કોઈ કરે કામ કોઈ બેસીને ખાય છે
કરી સર્વોદય સાચો સમાજ રચશુ
અમે મોટા થાશું ને જગ દોરશુ…ભલે
ગોળુડો ઘાટ ૫
સુરજને ચાંદાનો, ડુંગળીના કાંદાનો
શેઠીયાના ફાન્દાનો ,ગોળુડો ઘાટ
માણસનાં માથાંનો, ઘંટીના હાથાનો,
બ્રાહ્મણના ભાથાનો,ગોળુડો ઘાટ
પુરી બટેટાનો,દૂધી ટમેટાનો,
મોરબિયા ફેટાનો,ગોળુડો ઘાટ
કૂવાનાં ખીલાનો, બીલીનાં બીલાનો
સાધુના ટીલાનો,ગોળુડો ઘાટ
ઘુમ્મટથી દેરાનો,માળા મંજીરાનો
તબલાં તંબુરાનો,ગોળુડો ઘાટ
ટેબલ ને ખડિયા નો પત્રાળા પડિયાનો
દુબળા ના હડિયાનો,ગોળુડો ઘાટ
ગોળી ને ગોળા નો, ચોળીને ચોળાનો
આંખો નાં ડોળાનો,ગોળુડો ઘાટ
બોરો ના ઠળિયા નો, ઢોલકના તળિયા નો
ઘાંચી ના ફળિયા નો,ગોળુડો ઘાટ
ગાડી નાં પૈડાં નો ઘરમાં ચાદરણાનો
ખિસ્સે ચકરડા નો,ગોળુડો ઘાટ
પેન્સિલ ને પેનોનો,ફણિધરની ફેણોનો
જુઠ્ઠા ના વેણો નો ગોળુડો ઘાટ
વાનર ભાઈ મંકોડી ૧૧
અમે વાનર ભાઈ મંકોડી, જાતાં છત્રી ઓઢી
કદીક ડાળે કદીક માળે, કરતાં દોડા દોડી.. અમે
સૌ પ્રાણીમાં અમે તો ભૈયા, છૈયે બહું નખરાળા
ખીખીખીખી હસતાં ને વળી કરતાં કોઈના ચાળા
પૂછડે પૂંછડું જોડી કરતાં ઘોડાં ઘોડી
કદીક ડાળૈ કદીક માળે કરતાં દોડા દોડી
અમે ૦
ઉંધે માથે ગુલાંટ ખાતાં, કરતાં હૂપાહૂપ
તોફાની ભાઇ ટોળી અમારી કોઈ ન રહેતું ચૂપ
કોઈનાં શીકા તોડી કોઈની મટકી ફોડી
કદીક ડાળે કદીક માળે કરતાં દોડા દોડી
અમે વાનર ભાઈ મંકોડી જાતાં છત્રી ઓઢી
કદીક ડાળે કદીક માળે કરતાં દોડા દોડી
પંખીને કેવી મજા ૧૨
કેવી મજા કેવી મજા પેલા પંખીને કેવી મજા
એને રોજ રોજ રજા રજા રજા
મન ફાવે ત્યાં ઉડવાનું,ઝાડે ઝાડે ઘૂમવાનુ
મનગમતાં ગીત ગાવાની, કેવી મજા ……..
પેલા પોપટ પંખીને કેવી મજા
પણ પાંજરે પુરાય તો
પગ એનાં બંધાઇ જાય
પાંખ એની ખોટી થાય
ચેતન સાવ સુકાઈ જાય
પણ છોડી મૂકે તો કેવી મજા
પેલા પંખીને કેવી મજા કેવી મજા ભાઇ કેવી મજા
એ….જાય એ…..જાય ૧૩
એ જાય એ જાય જાય રે
લાકડી ના ટેકે માજી જાય રે
સામે મળ્યા રુચિરભાઇ રુચિરભાઈ કહે
અભભભ પોટલી, આવડી મોટી શાની રે
સામે મળ્યા રીતુબેન, રીતુબેન કહે
હું કહું કે હું કહું,ફુલ પાંદડાં ભર્યા બહુ…..
સામે મળ્યા મનનભાઇ, મનનભાઇ કહે
ના ના ના ના હું કહું, કેળાં જમરૂખ ભર્યા બહુ
સામે મળ્યા ગબુબેન ગબુબેન કહે
ખોટું ખોટું સાવ ખોટું, એમાં છે તરબૂચ મોટું
સામે મળ્યા નીકુભાઇ,નીકુભાઇ કહે
ખોટી ખોટી વાત ખોટી, એમાં છે લાડવાની પોટલી
જુઓ માજી બેઠા છે, છાનામાના બેઠા છે
પલાંઠી વાળીને બેઠાં છે,માળા લઈને બેઠા છે
રામનું નામ લે છે, સીતારામ બોલે છે
ઘુમટો તાણીને બેઠા છે, આમ તેમ જુવે છે
માજીએ પોટલી ઉઘાડી ધીરે ધીરે ઉઘાડી
વોય વોય નીકળી બિલાડી 🐈 🐈 🐈….
એ જાય એ જાય જાય રે
ઘોડા ગાડી મા બેસો ૧૭.
ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી મા બેસો મારા માડી
માં માં તુજને દૂર દેશ લઈ જાઉં
સિન્ધુ ગંગા યમુના નદીના,નીર તુજે બતલાઉ
લાવું બંગ દેશની સાડી……ઘોડા ગાડી મા ૦
માં માં તુજને ચંદ્રલોક લઈ જાઉં
રવિ,સોમ, મંગળ,બુધ, ગુરુ ને શુક્ર શનિ બતલાઉ
એ સાત ગ્રહોની જોડી…. ઘોડા ગાડી મા ૦
બાજુ બાજુ રુચિરભાઇ બાજુ
બાજુ બાજુ નિસર્ગભાઇ બાજુ
માં માં તુજને પરિલોક લઇ જાઉં
રંગબેરંગી પાંખો વાળી, એક પરિ લઈ આવું
તેને બનાવું મારી નાની લાડી….. ઘોડા ગાડી
શિંગોડા શિંગોડા અમને આપો ૧૮.
શિંગોડા શિંગોડા અમને આપો થોડાં
એક પછી એક આવો નહિતર
પડી જાશો મોડા, મોડા મોડા મોડા…
એક શિંગોડુ એવુ મારુ
આખો દિવસ રડતું, બા બા બાપુ કરતુ
મમ્મી મમ્મી પપ્પા કરતુ
બોલોજી તમને ગમતુ?ના ના ના ના… શિંગોડા
એક શિંગોડુ એવુ મારુ
આખો દિવસ બાજતુ, બટકાં ભરતું,
ચુટલા ભરતું,સૌની સાથે બાજતુ
બોલોજી તમને ગમતુ?ના ના ના ના…શિંગોડા
એક શિંગોડુ એવુ મારુ
આખો દિવસ હસતું
ભલેને સુખ હોય, ભલેને દુઃખ હોય
ભલેને ખાધું હોય, ભલેને ભૂખ્યું હોય
તોયે રહેતુ હસતુ બોલોજી તમને ગમતું
હા હા હા હા…શિંગોડા
.
ખાતી નથી પીતી નથી ૧૯.
ખાતી નથી પીતી નથી
ઢીંગલી મારી બોલતી નથી
બોલ બા બોલ એને કેમ બોલાવું (૨)
ડોલમાં બેસાડી એને નવડાવુ
ચંપાના ફૂલની વેણી ગુથાવુ
તો પણ તે બોલતી નથી…. ખાતી નથી
પહેરાવું ઝાઝરી ને રેશમી ઝભલું
સોનાના પાટલે જમવા બેસાડુ
તો પણ તે ખાતી નથી….પીતી નથી
પંખી બતાવું ડાળીએ ઝુલતાં
મેના પોપટ ને મોરલા ટહુકતા
તો પણ તે નાચતી નથી…ખાતી નથી
ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ એને કેમ બોલાવું
ચાલોને રમીએ હોડી હોડી (૨૦)
ચાલોને (૩) રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ, આજે મુશળધાર
ઝરણાં નાનાં જાય દોડી દોડી…ચાલોને ૦
બાપુનાં છાપાં નક્કામા થોથાં
કાપી કૂપી ને કરીએ હોડી….. ચાલોને ૦
સાદી ને શઢવાળી નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી….. ચાલોને ૦
ખાલી ભરેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી…ચાલોને ૦
જાશે દરિયા પાર પરિઓના દેશમાં
સૌથી પહેલી દોસ્ત મારી હોડી……ચાલોને ૦
ચાલો ને ચાલોને ચાલોને રમીએ
હોડી હોડી હોડી હોડી હોડી હોડી
પાટા ઉપર ગાડી (૨૧)
પાટા ઉપર ગાડી, દોડે દોટો કાઢી
વાંકી ચૂકી ઉભી આડી,છૂક છૂક છૂક છૂક છૂક
જંગલ આવે ઝાડીઆવે,નદી ઝરણાંના નીર કૂદાવે
કાળી ચીસો પાડી, મોટાં ડુંગર ફાડી
વાંકી ચૂકી ઉભી આડી, છૂક છૂક છૂક છૂક છૂક
મુંબઈ આવે વડોદરુ,સુરત આવે ગોબરુ
મંમ્માજી મુંબઈથી આવે, પપ્પાજીની ટપાલ લાવે, છૂક છૂક છૂક છૂક છૂક
પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી
વાંકી ચૂકી ઉભી આડી……..
ઘ ર ર ર ઘંટી (૨૨)
ઘરરર ઘંટી, બાજરો ને બંટી
હલકી થાય,ભારે થાય,ચપ ચપ દાણાં લેતી જાય
ઘંટીના બે પાણા,એની વચમાં દાણાં,
દાણાં ઓરે ગાળામાં,લોટ પડે ભાઈ થાળામા
ભરરર(૨) ભૂકો થાય,ઝીણો(૨)લોટ દળાય
લોટનાં તો રોટલા થાય
રુચિરભાઇ તો રોટલા ખાય
નિસર્ગભાઇ તો રોટલા ખાય
રોટલા ખાઇને મજબૂત થાય
ઘરરર ઘંટી, બાજરો ને બંટી…….
ટપટપ ટપટપ દાબડા (૨૩)
ટપટપ ટપટપ દાબડા વાગે (બોલે)
છૂન છૂન છૂન છૂન ઘુઘરા
કિચૂડ કિચૂડ ગાડી બોલે, પૈડાં ડામાડોળ
મારી ઘોડાગાડી જાય દોડમ દોડ…..઼.
એ હાલો મોટાભાઇ કે હાલો મોટીબેન
ઓ લારીવાળા ભાઇ, થાવું મારે સ્ટેશન ભેગું
મારે મોડું થાય, મારી ઘોડાગાડી જાય દોડાદોડ
એ હાલો બોરતળાવે, કે હાલો દરિયા કાંઠે,
કે હાલો એરોડ્રોમ,બે આના ને ચાર આનામાં
ટમટમ ચાલી જાય, મારી ઘોડાગાડી જાય દોડમદોડ….઼…
ઘુઘરો ઘુમે છે,બેનીબાના હાથમાં(૨૪)
ઘુઘરો ઘુમે છે બેનોબાના હાથમા
રાત દિ રમે છે રંગીલી ના સાથમાં
જાણે રમે વાડીમાં મોર, બેનીબાના ચિતડાનો ચોર…..
ઘુઘરો ઘુમે છે બેનીબાના હાથમાં
ઘુઘરો રમે છે બેનીબાના હોઠડે
મીઠો મીઠો મોંમાં સંતાય
જાણે હંસ સરોવરમાં ન્હાય
ઘુઘરાને વ્હાલી છે બેનનીબાની આંગળી
જેવાં બા શું બાપુનાં વ્હાલ
જેવાં ભાઇ -ભાભી હેતાળ
મેઘાણી
એક્લો જાને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે
જો સૌનાં મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય
જ્યારે સૌએ બેસે મોફેરવી, સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે…
જો સૌએ પાછાં જાય ઓરે ઓ રે ઓ અભાગી સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે,સૌ ખૂણે સંતાય
ત્યારે કાટા-રાને તો તારે લોહી નિગળતે ચરણે,ભાઈ એકલો ધાને રે
જ્યારે દિવો ન ધરે કોઇ
ઓરે ઓ રે ઓ અભાગી દિવો ન ધરે કોઇ
જ્યારે ઘનઘોરી તૂફાની રાતે
બારવાસે તને જોઈ
ત્યારે આભની વીજે તું સળગી જઇ
સૌનો દિવો એકલો થાને રે
તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો જાને રે
રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદક મહાદેવ દેસાઈ
મોર પીછની રજાઇ ઓઢી
મોર પીછની રજાઇ ઓઢી
તમે સુવોને શ્યામ
અમને થાય પછી આરામ (૨)
મુરલીના સૂરના ઓશીકા
રાખો અડખે પડખે
તમે નીંદમાં કેવાં લાગો
જોવાને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ મ્હેકી ઊઠે આમ અમને થાય પછી આરામ
અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડશુ
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશુ
નીદ્રા-તંદ્રા જાગૃતિમાં ઝળહળ ભર્યો દમામ
અમને થાય પછી આરામ
સુરેશ દલાલ
અમે તો એટલું જ્યાંણુ જુવણજી
અમે તો એટલું જ્યાંણુ જુવણજી
અમે તો એટલું જ્યાંણુ
આરે મારગડે, આવી મળ્યું તે
મોજીલી ચાલે, માણ્યું જીવણજી
અમે તો એટલું જ્યાંણુ
મોટા મોટા મનસુબા ઘડ્યાં
એના પાયામાં રહી પોલાણુ
અમેતો ડગલું માંડ્યું ત્યાં પ્રગટી
સાવ સોનાની ખાણ્યુ,જીવણજી
અમે તો એટલું જ્યાંણુ
આરે હાટડીએ હીરા જડ્યા
એનાં હિસાબે આવી હાણ્યુ
અમે તો એટલે કોઈ ત્રાજવે
નહીં તોળ્યું નહીં તાણ્યુ જીવણજી
અમે તો એટલું જ્યાંણુ
ફેંકી દીધું તે ફાવી ગયા ભાઇ
એવું નીરખી પારખી જાણ્યું
બાકી તો બચકી બાંધી બેઠાં,
એને માથે આવી મોકાણુ,જીવણજી
અમે તો એટલું જ્યાંણુ
મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા
ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આક એતો ઓશીયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમંદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકડી
ખાડા ખાબોચિયા ને બાંધી બેસાય આ તો વરસે ગગન ભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરી સરી જાય એને સાચવશે કયાં લગી
આવે તે આપ -કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ….
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
જાઝેરુ જાળવ્યું તે આંસુડે ધોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ…
મકરંદ દવે
તને લૈ જવા આવ્યાં છે
તને લૈ જવા આવ્યાં છે મારાં સૂર
ઉઘાડાં રાખ તારાં બારણાં
અહીંથી તો ક્યાંક ઘણે દૂર
ઉઘાડી નાખ મારાં બારણાં
માનતી રખે કે કોઈ નાનકડી તાન છે
સાતે સૂરોનુ આતો સામટું તૂફાન છે
સામટું તૂફાન પાછુ ગાંડું છે તૂર
ઉઘાડાં રાખ તારાં બારણાં
એને ન ઘર આતો ભમતો વંટોળિયો
આતો ગોવાળિયાનો વંઠેલો પોરિયો
લેશે ઉતારી તારાં અધવચ પટકુળ
ઉઘાડાં રાખ તારાં બારણાં
લાજ અને બાજ તારી છોડાવી જંપશે
ભીંત અને બીત બધું તોડાવી જપશે
રાધાને પૂછ કેવું કાનાનુ કૂળ
ઉઘાડાં રાખ તારાં બારણાં
ઝાડ તારું ઝંઝેડી મૂળથી ઉખેડશે
ડાળ ડાળ ગણી એતો નખલીથી છેડશે
વાંસળીની જેમ તને વાશે વ્યાકૂળ
ઉઘાડાં રાખ તારાં બારણાં
ઉશનસ્
આભે કાંઈ મેઘલી મળી
આભે કાંઈ મેઘલી મળી
ધરા સૂનકારમાં ઢળી
એવે મારાં નેણમા તારી વાટની
ષ્રિતમ જ્યોત પ્રજળી….
તીખાં કાંઇ તમરા બોલે
ધ્રૂજે પાન વાયરા ઝોલે
આછી આછી આવતી ફોરમ ઝૂલવા
મારા ઉર હિંડોળે…આભે કાંઈ
તેરા હરિ,અમ જોઉ ચોપાસે
જીવું એક આશના શ્વાસે
જાગુ મારી રાંકની જ્યોતિ જાળવી
તારા પ્રેમ હુલાસે….આભે કાંઈ
પ્રભુ કેમ કહેણ કહાવુ
વ્હાલાં બે વેણ વહાવુ
અરે મારા વેણની મુંગી આરતી એ
હરિ આવો વધાવુ…આભે કાંઈ
ઝબકી જાય અંધારે
દીવો જેમ તુલસી ક્યારે
આવો એમ પળમાં ઢળવા થથરે
જીવણ જ્યોત આ જ્યારે..
આભે કાંઈ મેઘલી મળી
ધરા સૂનકારમાં ઢળી
મકરંદ દવે
તેરા મકાન આવા
તેરા મકાન આલા,જીત્થે કિત્થે વસી ભી તૂં
હલો તો આસમાન વેખૂ,
આગા હલી પસૂ
આસમાન મિડ્યોહિ તારાં
તારન જો ચંડ ભી તૂં…..
હલોતો બાજાર વેખૂ
આગા હલી પસૂ
બાજાર મિડ્યો હી આદમ
આદમ જો દમ ભી તૂં…….
હલો તો મંદિર વેખૂ
આગા હલી પસૂ
મંદિર મિડ્યો હી મૂરત
મૂરત જો સૂરત ભી તૂં……
હલો તો દરિયા વેખૂ
આગા હલી પસૂ
દરિયા મિડ્યો હી લહરૂ
લહરન જો લાલ ભી તૂં……
હલ્લો તો કિસ્તિ વેખૂ
આગા હલી પસૂ
કિસ્તિ મેં રહે થો રાહિબ
રાહિબ જો સાહિબ ભી તૂં….
સિન્ધી ભજન ગાયક પુરુષોત્તમ જલોટા